નવી દિલ્હીઃ બાટલા એનકાઉન્ટર કેસમાં આરિઝ ખાનને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે તેને રેયરેસ્ટ ઓફ રેયર કેસ માન્યો છે. આરિઝ ખાનને કોર્ટે 8 માર્ચે દોષી ઠેરવ્યો હતો. એડિશનલ સેશન્સ જજ સંદીપ યાદવે સજા સંભળાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુઝાહિદીન સાથે કથિત રીતે જોડાયેલા ખાનને મોતની સજા આપવાની વિનંતી કરી હતી. પોલીસે કહ્યુ કે, આ માત્ર હત્યાનો કેસ નથી. પરંતુ ન્યાયની રક્ષા કરનાર કાયદા અમલીકરણ અધિકારીની હત્યાનો મામલો છે. 


આરિઝ ખાનના વકીલે મૃત્યુદંડનો વિરોધ કર્યો. ત્યારબાદ એડિશનલ સેશન્સ જજ સંદીપ યાદવે સાંજે ચાર કલાક સુધી ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. 


કોર્ટે 2008માં બાટલા હાઉસ એન્કાઉન્ટર દરમિયાન થયેલી શર્માની હત્યા અને અન્ય ગુનાઓ માટે આરિઝ ખાનને આઠ માર્ચે દોષી ઠેરવ્યો હતો. કોર્ટો કહ્યુ હતુ કે, તે સાબિત થાય છે કે આરિઝ ખાન અને તેના સાથીઓએ પોલીસ અધિકારી પર ગોળી ચલાવી તેની હત્યા કરી હતી. 


આ પણ વાંચોઃ LG ની શક્તિઓ વધારનાર બિલ લોકસભામાં રજૂ, અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કર્યો હુમલો


કોણ છે આતંકી આરિઝ ખાન?
જો ઈન્ડિયન મુઝાહિદ્દીનના આતંકી આરિઝ ખાનની વાત કરીએ તો દિલ્હી-જયપુર-અમદાવાદ અને યૂપીની કોર્ટમાં ધમાકા થયા હતા, તેના મુખ્ય ષડયંત્રકારમાં આરિઝ ખાનનું નામ હતું. આ બધા ધમાકામાં 165 લોકોના મોત થયા હતા, જ્યારે 535 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 


ધમાકા બાદ આરિઝ પર ત્યારે 15 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું અને તેના વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. મહત્વનું છે કે આઝમગઢના રહેવાસી આરિઝ ખાન ઉર્ફે જુનૈદની સ્પેશિયલ સેલે ફેબ્રુઆરી 2018માં ધરપકડ કરી હતી. 


આ પણ વાંચો- Antilia Case: NIA ની ધરપકડ બાદ મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, સચિન વાઝેને કર્યા સસ્પેન્ડ  


કઈ રીતે થયું હતું બાટલા હાઉસ એન્કાઉન્ટર
ઉલ્લેખનીય છે કે બાટલા હાઉસ એન્કાઉન્ટર 19 સપ્ટેમ્બર 2008ના સવારે થયું હતું. ત્યારે સ્પેશિયલ સેલને સૂચના મળી કે ઈન્ડિયન મુઝાહિદ્દીનના કેટલાક આતંકી બાટલા હાઉસ વિસ્તારમાં એક મકાનમાં છુપાયા છે. ઇન્સપેક્ટર મોહન ચંદ શર્મા સહિત ઘણા પોલીસ અધિકારી સ્થળ પર પહોંચ્યા અને આતંકીઓને ઘેરવાનો પ્લાન બનાવ્યો હતો. 


ત્યારે આતંકીઓ સાથે બાઉટા હાઉસ મકાન નંબર L-18માં અથડામણ થઈ હતી, જેમાં બે આતંકી માર્યા ગયા હતા. ઇન્સ્પેક્ટર મોહન ચંદ શર્મા શહીદ થયા હતા. ત્યારથી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube