નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના સાંસદ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોત કેસમાં દિલ્હી કોર્ટે શશિ થરૂરને મોટી રાહત આપી છે. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે સુનંદા પુષ્કરના મોત સંલગ્ન તમામ આરોપોમાંથી શશિ થરૂરને આરોપમુક્ત કર્યા છે. કોર્ટમાંથી રાહત મળ્યા બાદ શશિ થરૂરે કોર્ટનો આભાર માન્યો અને કહ્યું કે 7 વર્ષથી આ ટોર્ચર અને દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014માં હોટલમાં મૃત અવસ્થામાં મળ્યા હતા સુનંદા પુષ્કર
સુનંદા પુષ્કરનું મોત 17 જાન્યુઆરી 2014ના રોજ દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં થઈ હતી. આ મામલે શશિ થરૂર મુખ્ય આરોપી હતા અને દિલ્હી પોલીસે તેમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ મામલે દિલ્હી પોલીસે શશિ થરૂર વિરુદ્ધ કલમ 306 (આત્મહત્યા માટે ઉક્સાવવું) , 498એ (ક્રુરતા) હેઠળ કેસ દાખલ કર્યો હતો. 


આ રીતે થયું હતું સુનંદા પુષ્કરનું મોત
સુનંદા પુષ્કરના મોત મામલે 29 સપ્ટેમ્બર 2014ના રોજ એમ્સ મેડિકલ બોર્ડે મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ દિલ્હી પોલીસને સોંપી દીધો હતો. રિપોર્ટમાં કહેવાયું હતું કે સુનંદા પુષ્કરનું મોત ઝેરના કારણે થયું છે. બોર્ડે કહ્યું હતું કે આ એવું રસાયણ છે કે જે પેટમાં જાય કે લોહીમાં ભળ્યા બાદ ઝેર બની જાય છે. 


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube