અમદાવાદ :ઝી મીડિયા(ZEE MEDIA) ના માનહાનિના મામલામાં ટીએમસી સાંસદ મહુવા મોઈત્રા પર કેસ ચાલશે. ઝી મીડિયા દ્વારા દાખલ કરાયેલ માનહાનિના મામલામાં દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે શુક્રવારે TMC સાંસદ મહુવા મોઈત્રાની વિરુદ્ધ નોટિસ ફ્રેમ કરી દીધી છે. હવે મહુવા પર માનહાનિ આરોપ અંતર્ગત કોર્ટમાં સુનવણી થશે. કંપની તરફથી વકીલ વિજય અગ્રવાલ અને યુગાંત શર્માએ દલીલ રાખી. જજે મહુવા મોઈત્રાની દલીલોને એવુ કહીને નકારી કાઢી કે, તેમની વાતોને આ સ્ટેજ પર સાંભળી શકાતી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા આર્મી ચીફે પહેલી પ્રેસ કોન્ફરન્સમાં જ કર્યો મોટો ધડાકો, કહ્યું-સરકાર આદેશ આપે તો...


ઉલ્લેખનીય છે કે, ઝી મીડિયાએ મહુવાની વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ઝી મીડિયાનો આરોપ છે કે, તેમણે ચેનલ અને ચેનલના માલિકની વિરુદ્ધ માનહાનિકારક શબ્દોનો ઉપયોગ કર્યો છે, જેનાથી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. આ કેસ 20 જુલાઈના રોજ રાઉજ એવન્યુ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. મોઈત્રાએ ઝી ન્યૂઝને ‘ચોર’ અને ‘પેડ ન્યૂઝ’ કહીને બોલાવ્યું હતું.


પોતાની ફરિયાદમાં કંપનીએ કહ્યું હતું કે, 3 જુલાઈના રોજ મોઈત્રાએ કંપનીની વિરુદ્ઘ માનહાનિકારક નિવેદન આપ્યું, જેમાં તેમણે જાણી જોઈને અનેકવાર ખોટા અને માનહાનિકારક નિવેદન આપ્યા. કંપનીએ કહ્યું કે, આ નિવેદન તેમની પ્રતિષ્ઠા અને ખ્યાતિને જોતા બહુ જ માનહાનિકારક છે. ફરિયાદકર્તાએ મોઈત્રાની વિરુદ્ધ આઈપીસીની ધારા 499 અને 500 અંતર્ગત અપરાધિક માનહાનિની કાર્યવાહીની માંગ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....