નવી દિલ્હી: દેશભરમાં કોરોના (Coronavirus)નો કહેર યથાવત છે. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફરી એકવાર મરકઝ પહોંચી હતી. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને લગભગ 2 મિનીટ ત્યાં રોકાઈ અને ત્યારબાદ મરકઝમાંથી CPU અને બે રજિસ્ટર જપ્ત કરી પોતાની સાથે લઈ ગઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે, નિઝામુદ્દીન મરકઝ (Nizamuddin Markaz)માં થયાલી તબલીગી જમાતના કાર્યક્રમ બાદ દેશમાં કોરોના દર્દીઓની સખ્યાંમાં એકદમ વધારો થયો છે. તબલીગી જમાતના ઘણા લોકો કોરોના સંક્રમિત મળ્યા છે.


તે દરમિયાન આ જાણકારી સામે આવી હતી કે, કોરોનાના ખતરાને જોઈને ઘણા મુસ્લિમ નેતાઓએ તબલીગી જમાતના કાર્યક્રમને રદ કરવાની સલાહ આપી હતી. પરંતુ આ સમગ્ર કાર્યક્રમને લઇને તબલીગી જમાતમાં બે ભાગ પડ્યા છે. એખ ભાગેમાં આ કાર્યક્રમને ટાળ્યો હતો. પરંતુ મોલાના સાદ તેની જીદ પર અડગ રહ્યો અને નિઝામુદ્દીન મરકઝમાં ધાર્મિક કાર્યક્રમ કર્યો.


મોલાના સાદ પર ઘણા ગંભીર આરોપો લાગ્યા હતા અને દિલ્હી પોલીસે તેની સામે ગુનો પણ નોંધ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube