Delhi: સોનાના શોરૂમમાંથી 25 કરોડના દાગીનાની ચોરી, ચોરીની રીત જોઈ પોલીસના હોશ ઉડ્યા!
દેશની રાજધાની દિલ્હીમાં ચોરીની એક મોટી વારદાત સામે આવી છે. જ્યાં જંગપુરાના ભોગલ વિસ્તારમાં ચોરોએ જ્વેલરી શોરૂમમાંથી 25 કરોડ રૂપિયાના દાગીના ચોરી લીધા.
દેશની રાજધાની દિલ્હીમાં ચોરીની એક મોટી વારદાત સામે આવી છે. જ્યાં જંગપુરાના ભોગલ વિસ્તારમાં ચોરોએ જ્વેલરી શોરૂમમાંથી 25 કરોડ રૂપિયાના દાગીના ચોરી લીધા. એવું કહેવાય છેકે ચોરોએ હીરા અને સોનાની જ્વેલરી પર હાથ સાફ કર્યો. જે સમયે ચોરોએ આ વારદાતને અંજામ આપ્યો ત્યારે શોરૂમ બંધ હતો. આ ઘટનાની જાણ થતા જ નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાને ફંફોળી રહી છે.
દીવાલમાં કાણું પાડી શોરૂમના સ્ટ્રોંગ રૂમમાં પહોંચ્યા
પોલીસે જણાવ્યું કે જંગપુરાનું માર્કેટ સોમવારે બંધ રહે છે. રવિવારે રાત દિલ્હીના ભોગલ વિસ્તારમાં આવેલું ઉમરાવ જ્વેલર્સ બંધ કર્યા બાદ જ્યારે શોરૂમના માલિક મંગળવારે દુકાન પહોંચ્યા ત્યારે તેની જાણ થઈ. પોલીસને શક છે કે ચોરી રવિવારે થઈ હશે. એવું કહેવાય છે કે ચોર શોરૂમની દીવાલમાં કાણું પાડીને શોરૂમના સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચી ગયા અને લગભગ 25 કરોડ રૂપિયાની જ્વેલરી ગાયબ કરી.
શોરૂમ ખોલતા જ માલિકના હોશ ઉડી ગયા
ઉમરાવ જ્વેલર્સના માલિકે જણાવ્યું કે મંગળવાર સવારે જ્યારે તેમણે દુકાન ખોલી તો તેમના હોશ ઉડી ગયા. તેમણે જણાવ્યું કે શોરૂમમાં રાખેલી બધી જ્વેલરી ગાયબ હતી. ત્યારબાદ તેમણે પોલીસને સૂચના આપી. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરા ચકાસી રહી છે. જેથી કરીને ચોરોની ઓળખ થઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube