Delhi-Dehradun શતાબ્દી ટ્રેનના કોચમાં લાગી ભીષણ આગ, જોવા મળ્યા ધૂમાડાના ગોટેગોટા
દિલ્હીથી દેહરાદૂન આવી રહેલી શતાબ્દી ટ્રેનના એક કોચમાં આગ લાગી ગઇ હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ કહેવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી. એંજીનથી આઠમા કોચમાં આગ લાગી હતી.
નવી દિલ્હી: દિલ્હીથી દેહરાદૂન આવી રહેલી શતાબ્દી ટ્રેનના એક કોચમાં આગ લાગી ગઇ હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ કહેવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી. એંજીનથી આઠમા કોચમાં આગ લાગી હતી. આગ લાગ્યા પછી આ કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ગાર્ડ દ્રારા આપવામાં આવેલી આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી.
આ કોચમાં 35 મુસાફરો હતા જેમને બીજા કોચમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. સ્થિતિ સામાન્ય થયા બાદ ટ્રેન પોતાના ગંતવ્ય તરફ આગળ ચાલી હતી. તમને જણાવી દઇએ કે શતાબ્દી ટ્રેનના એક કોચ આગ લાગી હતી. ઘટના દરમિયાન ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકવામાં આવી. ઘટના રાયવાલા અને રાયવાલા અને કાંસરો રેંજની વચ્ચે થઇ હતી.
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારના અનુસાર ઘટના કાંસરો પાસે થઇ હતી. દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનમાં લાગેલી આગનું કારણ શોર્ટ સર્કિટ હતું. રેલવે અધિકારી અને જીઆરપી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube