Watch Video: દિલ્હીમાં કારના બોનેટ પર લટક્યો યુવક, બદમાશે 3 કિમી સુધી ઢસડ્યો
દેશની રાજધાની દિલ્હીથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં એક બદમાશે કારના બોનેટ પર લટકેલા એક યુવકને 2થી 3 કિલોમીટર સુધી ઢસડ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે પોલીસની પીસીઆર વાને આરોપીની ગાડીને રોકી અને બોનેટ પર લટકેલા યુવકનો જીવ બચાવ્યો. પીડિતે જણાવ્યું કે તેની કારથી બીજી ગાડી વારંવાર ટચ થઈ રહી હતી અને ત્યારબાદ આ ઘટના થઈ. દિલ્હી પોલીસે આરોપીને પકડ્યા બાદ તેની પૂછપરછ કરી.
Car Viral Video: દેશની રાજધાની દિલ્હીથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં એક બદમાશે કારના બોનેટ પર લટકેલા એક યુવકને 2થી 3 કિલોમીટર સુધી ઢસડ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે પોલીસની પીસીઆર વાને આરોપીની ગાડીને રોકી અને બોનેટ પર લટકેલા યુવકનો જીવ બચાવ્યો. પીડિતે જણાવ્યું કે તેની કારથી બીજી ગાડી વારંવાર ટચ થઈ રહી હતી અને ત્યારબાદ આ ઘટના થઈ. દિલ્હી પોલીસે આરોપીને પકડ્યા બાદ તેની પૂછપરછ કરી.
2 કિમી સુધી ઢસડ્યો
દિલ્હીમાં ગત રાતે લગભગ 11 વાગે આશ્રમ ચોકથી નિઝામુદ્દીન દરગાહ તરફ જઈ રહેલી એક કારે બોનેટ પર લટકેલા વ્યક્તિને લગભગ 2 થી 3 કિલોમીટર સુધી ઢસડ્યો. બદમાશને બિલકુલ ડર નહતો કે બોનેટ પર લટકેલો વ્યક્તિ પડી શકતો હતો, તેનું મોત થઈ શકતું હતું. સોશિયલ મીડિયા પર લોકોએ આરોપી પ્રત્યે નારાજગી વ્યકત કરી છે અને કાર્યવાહીની માંગણી કરી છે.
પીડિતે જણાવી આપવીતી
પીડિત ચેતને જણાવ્યું કે હું ડ્રાઈવર છું, હું એક પેસેન્જરને છોડીને પાછો ફરી રહ્યો હતો. જ્યારે હું આશ્રમ પાસે પહોંચ્યો ત્યારે એકકારે મારી કારને ત્રણવાર સ્પર્શ કર્યો ત્યારબાદ હું મારી કારમાંથી નીકળીને તેની કાર સામે ઊભો રહી ગયો. ત્યારબાદ તે ગાડી ચલાવવા લાગ્યો અને હું બોનેટ પર લટકી ગયો અને તે મને બોનેટ પર લટકાવીને આશ્રમ ચોકથી નિઝામુદ્દીન સુધી ચલાવતો રહ્યો. હું તેને થોભવાનું કહી રહ્યો હતો પરંતુ તે અટક્યો નહીં. તે સંપૂર્ણ રીતે નશામાં હતો. રસ્તામાં મે એક પીસીઆર ઊભેલી જોઈ અને તેમણે જ્યાં સુધી ગાડી ઊભી ન રહી ત્યાં સુધી પીછો કર્યો.
આરોપીએ કરી સ્પષ્ટતા
બીજી બાજુ આરોપી રામચંદ કુમારે પોતાની સફાઈમાં કહ્યું કે મારી કાર તેમની કારને અડી પણ નહીં. હું ગાડી ચલાવતો હતો ત્યારે તેઓ જાણી જોઈને મારી કારના બોનેટ પર કૂદી ગયા. મે નીચે ઊતરવાનું કહ્યું પરંતુ તેમણે સાંભળ્યું નહીં. મે ફરી મારી કાર રોકી અને તેમને પૂછ્યું કે તે શું કરી રહ્યો છે?