નવી દિલ્હીઃ નેતાઓના પોસ્ટરોમાં તમે 'ઈમાનદાર અને ચોખી છબી' લખેલું ઘણીવાર જોયું હશે, પરંતુ અસલ રાજનીતિમાં તેનું કેટલું સત્ય છે તેની સાથે જોડાયેલો આંકડો સામે આવ્યો છે. દિલ્હી વિધાનસભામાં ચૂંટણી લડી રહેલા કુલ 672 ઉમેદવારોમાંથી 20 ટકા (133) વિરુદ્ધ ક્રિમિનલ કેસ છે. ચોંકાવનારી વાત તે છે કે રાજનીતિ સુધારવાનો દાવો કરનારી આમ આદમી પાર્ટી (આપ)ના 51 ટકા ઉમેદવાર કલંકિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાત એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના આંકડામાં સામે આવી છે. સંસ્થા અનુસાર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 25 ટકા ઉમેદવાર અને ભાજપના 20 ટકા ઉમેદવારોએ પોતાના ચૂંટણી સોગંદનામામાં તે જાહેરાત કરી છે કે તેની વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ ગુનાઓ નોંધાયેલા છે. એડીઆરે કહ્યું કે, કોંગ્રેસના પણ 15 ટકા ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ ગંભીર કેસ નોંધાયેલા હોવાની જાહેરાત કરી છે. આઠ ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 672 ઉમેદવારો મેદાનમાં છે. 


કોરોના વાયરસઃ ભારતે ચીનથી આવી રહેલા લોકો માટે ઈ-વીઝા સુવિધા અસ્થાયી રૂપે રોકી   


આપ પાર્ટીના 36 ઉમેદવારો વિરુદ્ધ ફોજદારી કેસો નોંધાયેલા છે. તો ભારતીય જનતા પાર્ટીના 67 ઉમેદવારોમાંથી 17 વિરુદ્ધ ફોજદારી મામલા નોંધાયેલા છે. લિસ્ટમાં કોંગ્રેસ ત્રીજા, બીએસપી ચોથા અને એનસીપી પાંચમાં નંબર પર છે. જુઓ લિસ્ટ... 



પાર્ટી કુલ ઉમેદવાર કલંકિત ઉમેદવાર
આમ આદમી પાર્ટી 70 36
ભારતીય જનતા પાર્ટી 67 17
કોંગ્રેસ 66 13
બીએસપી 66 10
એનસીપી 5 2

આ વખતના કલંકિત 2015ની ચૂંટણીથી વધુ છે. ત્યારે ચૂંટણીમાં 673 ઉમેદવાર હતા. તેમાંથી 114 (17 ટકા) કલંકિત હતા. આ ચૂંટણીમાં ટોપ ત્રણ ધનવાન ઉમેદવારોની વાત કરીએ તો ત્રણેય આપ પાર્ટીના છે. પહેલા નંબર પર આપના ધર્મપાલ લકારા છે. તે મુંડકાથી ચૂંટણી લડી રહ્યાં છે. તેની પાસે 292 કરોડ રૂપિયાની સંપત્તિ છે. બીજા નંબર પર આપની ઉમેદવાર પ્રમિલા ટોકસ છે. તેની પાસે 80.8 કરોડની સંપત્તિ છે. ત્રીજા નંબર પર રામ સિંહ નેતાજી છે. તે બદમપુરથી ઉમેદવાર છે. તેની સંપત્તિ 80 કરોડ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...