નવી દિલ્હીઃ રક્ષા પ્રધાન રાજનાથ સિંહે દિલ્હીની એક ચૂંટણી સભામાં 1984માં થયેલા શીખ વિરોધી તોફાનોનો ઉલ્લેખ કર્યો હતો. સિંહે કહ્યું કે, અમે વિશેષ તપાસ દળ (Special Investigation Team)ની રચના કરી છે. તેમણે જણાવ્યું કે, આ તપાસ દળ દોષીતોને સજા આપશે. તેમણે સીએએ (CAA) અને એનઆરસી (NRc)ને લઈે ચાલી રહેલા વિવાદ પર કહ્યું કે, હું મારા મુસ્લિમ ભાઈઓને કહેવા ઈચ્છું છું કે, એ તમારા પર નિર્ભર કરે છે કે તમે અમને મત આપો કે નહીં, પરંતુ અમારા ઉદ્દેશ્ય પર શંકા ન કરો. અમારી નિયત ચોખી છે અને તમને કોઈ કંઇ કરી શકે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે પહેલા જ કહેતા હતા કે કમલ 370ને રદ્દ કરીશું. અમે અમારા સંકલ્પ પત્રમાં પણ કહ્યું હતું કે, સત્તામાં પરત આવતા કલમ 370 રદ્દ કરીશું. આ કામ ઓગસ્ટમાં ચપટી વગાડતા જ કરી દેવામાં આવ્યું. હવે કાશ્મીરથી વિસ્થાપિત થયેલા કાશ્મીરી પંડિતોને ઘાટીમાં વસાવવા કોઈ તાકાત રોકી શકે નહીં. 


અરવિંદ કેજરીવાલ પર કર્યો કટાક્ષ
તેમણે કેજરીવાલ પર હુમલો કરતા કહ્યું કે, જે અન્ના હજારે જીનો હાથ પકડીને કેજરીવાલ જાહેર જીવનમાં આવ્યા હતા, તેમણે વારંવાર રાજકીય પાર્ટી બનાવવાની ના પાડી. પરંતુ અન્ના હજારેને મહારાષ્ટ્રમાં મોકલી અરવિંદ કેજરીવાલે એક રાજકીય પાર્ટી બનાવી લીધી અને ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા હતા. જે અન્નાના ન થયા તે તમારા શું થશે


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...