નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) શાહીન બાગના મુદ્દાને લઈને આક્રમક થઈ ગઈ છે. ભાજપના નેતાઓનું સંપૂર્ણ ધ્યાન હવે શાહીન બાગ પર જ છે અને તેને લઈને તે કેજરીવાલ સરકાર પર હુમલો કરી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નઝફગઢમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, 8 ફેબ્રુઆરીએ તમારો એક મત નક્કી કરશે કે તમે શાહીન બાગ વાળાની સાથે છો કે ભારત માતાની સાથે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના નજફગઢમાં અમિત શાહે કહ્યું કે, અજીત ખડખડીને જીતાડવા માટે અહીં આવ્યો છું. આ સંપૂર્ણ ક્ષેત્ર વીર માતાઓ અને વીર જવાનોનું ક્ષેત્ર છે. 8 તારીખે તમે જ્યારે મતદાન કરો, તો એવું ન વિચારતા કે તમારો એક મત અજીત ભાઈને ધારાસભ્ય બનાવશે. તમારો એક મત દેશમાં તે સંદેશ આપશે કે નજફગઢ વાળા શાહીન બાગની સાથે છે કે ભારત માતાના પુત્રની સાથે છે. તમારો એક મત તે સંદેશ આપશે કે આ દેશને ક્યા રસ્તે ચાલવું છે. 


ઈન્ડિયાના બહાને શાહનું કેજરીવાલ પર નિશાન
આપ સરકાર પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, એક સરકાર એવી છે જે 5 વર્ષથી ખોટું બોલી રહી છે. એક જમાનામાં ઈન્દિરા જીની આસપાસ રહેતા લોકો કહેતા હતા કે ઈન્ડિયા ઇઝ ઈન્ડિયા અને ઈન્દિરા ઈઝ ઈન્ડિયા. કેજરીવાલ જી, તમારા જૂઠનો પર્દાફાસ કર્યો તો દિલ્હીનું અપમાન કઈ રીતે, તમે ખુદને  દિલ્હી સમજો છો શું. દિલ્હી તમે નથી, દિલ્હી તો નઝફગઢના મતદાતા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...