આજે દિલ્હી તોડી શકશે મતદાનનો રેકોર્ડ? 1977માં થયું હતું સૌથી વધુ 71.3% મતદાન
દિલ્હી સીઈઓ ઓફિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે આઝાદી બાદ દિલ્હીમાં અત્યાર સુધી રેકોર્ડ 71.3 ટકા મતદાન 1977માં થયું હતું. ત્યારબાદ તેનાથી વધુ મતદાન ક્યારેય થયું નથી. 2015માં મતદાન 67.2 ટકા સુધી ગયું હતું.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 8 કલાકથી મતદાન શરૂ થશે. રાજકીય દળ પોત-પોતાના હિસાબથી ઓછા કે વધુ મતદાનનો અંદાજ લગાવશે. પરંતુ દિલ્હીના ચૂંટણી અધિકારીના કાર્યાલય પર તમામની નજર રહેલી છે કે આ વખતે દિલ્હી આઝાદી બાદથી થયેલી તમામ ચૂંટણીના રેકોર્ડને ધ્વસ્ત કરશે કે નહીં? જણાવવામાં આવ્યું છએ કે વધુ અને શાંતિપૂર્ણ મતદાન કરાવવા માટે આ વખતે ચૂંટણીની આ સંપૂર્ણ પ્રક્રિયામાં આશરે રેકોર્ડ 125 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, પરંતુ ખર્ચના રેકોર્ડની સાથે શું મતદાનનો પણ નવો રેકોર્ડ બની શકશે?
દિલ્હી સીઈઓ ઓફિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે આઝાદી બાદ દિલ્હીમાં અત્યાર સુધી રેકોર્ડ 71.3 ટકા મતદાન 1977માં થયું હતું. ત્યારબાદ તેનાથી વધુ મતદાન ક્યારેય થયું નથી. 2015માં મતદાન 67.2 ટકા સુધી ગયું હતું. આ તમામ વાતોને જોતા ચૂંટણી કાર્યાલયે પોતાના તરફથી ઓછામાં ઓછો 2015નો રેકોર્ડ તોડવાના દરેક પ્રયત્નો કર્યાં છે.
પરંતુ સીઈઓ ડો. રણવીર સિંહનું કહેવું છે કે અમે તો ઈચ્છીશું કે 100 ટકા મતદાન થાય. પરંતુ તેમ છતાં જેટલા લોકો પોતાના મતાધિકારનો જેટલો વધુ ઉપયોગ કરી શકે. તે સારૂ રહેશે. પરંતુ જાણકારોનું કહેવું છે કે દિલ્હીમાં મતદાન ટકાવારી વધારવામાં વધુ એક સમસ્યા તે પણ છે કે હકીકતમાં 1 કરોડ 47 લાખ 86 હજાર મતદાતામાંથી 12 લાખ મતદાતા એવા છે, જેનું કોઈ સરનામું નથી. એટલે કે આ મતદાતા વિશે તે જાણકારી નથી કે તેમાંથી કેટલા જીવિત છે કે શિફ્ટ થઈ ચુક્યા છે.
Delhi Elections 2020: દિલ્હી પર કોણ કરશે કબજો? સવારે 8 કલાકથી શરૂ થશે મતદાન
વોટર લિસ્ટને જ્યારે અપડેટ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે 10થી 12 લાખ મતદાતાની સંખ્યા આવી હતી. જેના વિશે કોઈ ચોક્કસ જાણકારી મળી શકી નથી. તેવામાં એક તરફથી જોવામાં આવે તો શનિવારે મતદાન 1 કરોડ 47 લાખ 86 હજાર મતદાના નહીં પરંતુ આશરે 1 કરોડ 35 લાખ મતદાતાનું થશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube