નવી દિલ્હીઃ દિલ્હીમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી (આપ)એ પ્રચંડ બહુમત મેળવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને માત્ર 7 સીટો મળી રહી છે. આ જોઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડીએ હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે, ભાજપ દિલ્હીની જનતાના જનાદેશનું સન્માન કરે છે અને રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવશું. તો પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી મંગળવારે 
સાંજે મીડિયાની સામે આવ્યા તો તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ રીતે જોવા મળી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નડ્ડાએ મંગળવારે ટ્વીટ કર્યું, 'ભાજપ દિલ્હીની જનતાએ આપેલા જનાદેશનું સન્માન કરે છે. તમામ કાર્યકર્તાઓએ આ ચૂંટણીમાં અથાગ પ્રયત્ન કર્યો અને દિવસ રાત ચૂંટણીમાં લાગેલા હતા. તમામ કાર્યકર્તાઓને દિલથી અભિનંદન અને સાધુવાદ.


Delhi Result 2020: ન ચાલ્યું ભાજપનું 'શાહીન બાગ', દિલ્હી બોલી- લગે રહો કેજરીવાલ

તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ હારનો સ્વીકાર કરતા કહ્યું કે, અમે આ પરિણામનું વિશ્લેશણ કરીશું. તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું, 'કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે, તે માટે તેનો આભાર માનુ છું. દિલ્હીની જનતાના જનાદેશને માથા પર રાખતા હું કેજરીવાલ જીને શુભેચ્છા આપુ છું. મને આશા છે કે તેઓ દિલ્હીના સપનાને અનુરૂપ દિલ્હી સરકારમાં સારૂ કરતા રાજધાનીની અપેક્ષાઓ પૂરી કરશે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...