નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણી Delhi Assembly Election 2020) આમ આદમી પાર્ટીએ 62 સીટો પર જીત મેળવી છે. આ ચૂંટણીમાં ભાજપે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. તેવામાં ભાજપના તમામ દાવા પર સવાલ ઉઠી રહ્યાં છે, જે તેમણે ચૂંટણી સમયે જનતાને કર્યાં હતા. દિલ્હી ચૂંટણીમાં ઘણા ભાજપના મોટા નેતાઓએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના હાથમાંથી ઘણી મહત્વપૂર્ણ સીટ પણ જતી રહી છે. ભાજપના આ પાંચ મોટા નેતાઓએ કરવો પડ્યો હારનો સામનો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કપિલ મિશ્રા
ભાજપના કપિલ મિશ્રાએ મોડલ ટાઉન સીટથી ચૂંટણી લડી હતી. કપિલ મિશ્રાની ચૂંટણી હારવી તે માટે પણ ચર્ચાનો વિષય છે કારણ કે તે પહેલા આમ આદમી પાર્ટીમાં હતા અને કેજરીવાલના ખાસ માનવામાં આવતા હતા. તે આપ છોડીને ભાજપમાં સામેલ થયા પરંતુ તેમને નિરાશા હાથ લાગી છે. આ સીટથી આપના અખિલેશ પતિ ત્રિપાઠીએ જીત મેળવી છે. 


તેજિન્દર સિંહ બગ્ગા
પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનાર ભાજપના નેતા તેજિન્દર સિંહ બગ્ગા હરિનગર સીટથી ચૂંટણી હાર્યાં છે. તેની હારની ચર્ચા તે માટે છે કે તેમણે ભાજપના મોટા પાયે પ્રચાર કર્યો અને વિરોધીઓ પર દરેક મુદ્દાને લઈને નિશાન સાધ્યું હતું. આ સીટ પર આપની રાજકુમારી ઢિલ્લોને જીત મળી છે. 


Delhi Election Result 2020: તમામ સીટોના પરિણામ જાહેર, આપ 62, ભાજપ 08, કોંગ્રેસ 00 


શિખા રાય
દિલ્હીના પોશ વિસ્તાર મનારા ગ્રેટર કૈલાશથી ભાજપની શિખા રાયે હારનો સામનો કરવો પડ્યો છે. આ સીટ પર આપના ઉમેદવાર સૌરભ ભારદ્વાજને જીત મળી છે. 


સુનમ કુમાર ગુપ્તા
દિલ્હીની ચાંદની ચોક સીટને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સીટ પરથી ભાજપના સુમન કુમાર ગુપ્તાએ હારનો સામનો કરવો પડ્યો છે. તેમને આમ આદમી પાર્ટીના પ્રહલાદ સિંહ સાહનીએ પરાજય આપ્યો છે. 


બ્રહમ સિંહ
ભાજપના બ્રહમ સિંહે દિલ્હીની ઓખલા સીટથી ચૂંટણી લડી હતી. અહીં તેનો પરાજય થયો છે. આ સીટ તે માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે શાહીન બાગ, ઓખલામાં આવે છે. દિલ્હી ચૂંટણીમાં શાહીન બાગ એક મોટો મુદ્દો બન્યો હતો. અહીંથી આપના અમાનતુલ્લાને જીત મળી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...