નવી દિલ્હીઃ Manish Sisodia Named In CBI Chargesheet: દિલ્હીના શરાબ નીતિ મામલામાં સીબીઆઈએ મંગળવાર (25 એપ્રિલ) ના રોઉઝ એવેન્યૂ કોર્ટમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીદ દાખલ કરી છે. જેમાં પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, બુચ્ચી બાબૂ, અર્જુન પાન્ડેય અને અમનદીપ ઢલને આરોપી બનાવવામાં આવ્યા છે. આ પહેલાં કોઈ ચાર્જશીટમાં સિસોદિયાનું નામ નહોતું. કોર્ટે ચાર્જશીટના મુદ્દા પર ચર્ચા માટે 12 મેની તારીખ નક્કી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં સીબીઆઈ દારૂ નીતિમાં થયેલા કથિત કૌભાંડને લઈને તપાસ કરી રહી છે. તેને લઈને કેન્દ્રીય તપાસ એજન્સીએ 26 ફેબ્રુઆરીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાની ધરપકડ કરી હતી. ઈડીએ આબકારી નીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલાને લઈને સિસોદિયાની પૂછપરછ કરતા દાવો કરી રહી છે કે આબકારી નીતિમાં થયેલા ભ્રષ્ટાચારમાં સિસોદિયા મુખ્ય ષડયંત્રકાર છે. 


આ પણ વાંચોઃ Water Metro: દેશની પહેલી વોટર મેટ્રોનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, ખાસિયતો ખાસ જાણો


અરવિંદ કેજરીવાલની થઈ હતી પૂછપરછ
આરોપ છે કે દિલ્હી સરકારની 2021-22ની આબકારી નીતિમાં દારૂના વેપારીઓને લાઇસન્સ આપવા માટે કેટલાક ડીલરોને ફાયદો થયો હતો. જેમણે આ માટે કથિત રીતે લાંચ આપી હતી. ગયા અઠવાડિયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા આ મામલે લગભગ નવ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. દારૂની નીતિ મામલાને બનાવટી ગણાવતા કેજરીવાલે સવાલ ઉઠાવ્યા બાદ કહ્યું હતું કે કેન્દ્ર આમ આદમી પાર્ટીને નિશાન બનાવી રહ્યું છે કારણ કે તે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે.


મનીષ સિસોદિયાએ તમામ આરોપોનો ઇનકાર કર્યો છે અને પોતાની જામીન અરજીમાં કોર્ટમાં કહ્યુ હતું કે કેન્દ્રીય એજન્સીની પાસે તેની વિરુદ્ધ કોઈ પૂરાવા નથી. આ મામલામાં કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને સિસોદિયાને છોડીને બધા જામીન પર બહાર છે. તો બીઆરએસ નેતા અને તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube