દિલ્હીના બવાનાની ત્રણ ફેક્ટરીમાં લાગી આગ, બળીને 17 લોકોના મોત
ઉત્તરી દિલ્હીના બનાવામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાવવાથી અત્યાર સુધી કુલ 17 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ બાહરી દિલ્હીના બવાના આદ્યોગિત વિસ્તારમાં શનિવારે સાંજે બે માળની એક ફેક્ટરીમાં આગ લાગવાથી 17 લોકોના મોત થયાની આશંકા છે. દિલ્હી ફાયર વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી છે. પોલીસે આગમાં 9 લોકોના મોત થયાની ખાત્રી કરી છે. અધિકારીએ જણાવ્યું કે આગ એક ફટાકડાની ફેક્ટરીમાં શરૂ થઈ હતી. હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, બચાવ અભિયાન હજુ પણ જારી છે કારણ કે હજુ વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે ફાયર વિભાગને સાંજે 6.20 કલાકે આગ વિશે જાણકારી આપવામાં આવી હતી, આ સુચના મળતા જ 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
દુર્ઘટનાની ગંભીરતાને જોતા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તપાસના આદેશ આપ્યા છે. કેજરીવાલે કહ્યું કે રાહત અભિયાન પર નજર છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.