દેશમાં પ્રથમ વખત Plasma Therapyથી કોરોના દર્દીની સારવાર, જાણો કેટલી અસરકારક છે આ થેરાપી
દેશમાં પ્રથમ વખત પ્લાઝ્મા થેરાપી (Plasma Therapy)થી કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. આ મામલો દિલ્હીના ડિફેન્સ કોલોનીનો છે. જ્યાં એક જ પરિવારના 4 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે.
નવી દિલ્હી: દેશમાં પ્રથમ વખત પ્લાઝ્મા થેરાપી (Plasma Therapy)થી કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. આ મામલો દિલ્હીના ડિફેન્સ કોલોનીનો છે. જ્યાં એક જ પરિવારના 4 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે.
બુધવાર, 15 એપ્રિલના સંક્રમણથી પિતાનું મોત થયું હતું. ત્યારે પુત્રી અને માતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ બંને સ્વસ્થ થઈ ગયા હતા. પરંતુ પરિવારના વધુ એક સદસ્ય તેમના પુત્રને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે જીવ ગુમાવનાર આર.એસ.ડ્ડા ડિફેન્સ કોલોનીના RWA પ્રેસિડેન્ટ હતા.
પરિવારના બે સભ્ય સ્વસ્થ છે. પરંતુ પુત્ર હજુ પણ જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યો છે. તમામની સારવાર સાકેતના મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી છે. હવે હોસ્પિટલને સરકારથી મંજૂરી મળી છે ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ પુત્રની સારવાર પ્લાઝ્મા થેરાપીથી કરવામાં આવી રહી છે.
જણાવી દઇએ કે, દેશમાં પ્રથમ કેસ છે જેમાં કોરોના વાયપસની સારવાર માટે પ્લાઝ્મા થેરાપી ઉપયોગ કરવામાં આવી રહી છે.
સિક્યોરિટી ગાર્ડથી ફેલાયું સંક્રમણ
સંક્રમણ કેસ ફેલાયો તેને લઈને પરિવારનો આરોપ હતો કે સિક્યોરિટી ગાર્ડ જમાત જતો હતો. તેના કારણે સમગ્ર પરિપાર કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. તેની ફરિયાદ ચડ્ડા પરિવારે પોલીસમાં પણ કરી છે.
શું છે પ્લાઝ્મા થેરાપી
જો કોઈ વ્યક્તિ કોરોના વાયરસના સંક્રમણથી સ્વસ્થય થઈ જાય છે. તો તેના શરીરમાં આ વાયરસને બે અસર કરતી એન્ટીબોડીઝ (Antibodies) બની જાય છે. આ એન્ટીબોડીઝની મદદથી વાયરસથી સંક્રમિત બીજા દર્દીઓના શરીરમાં હાજર કોરોના વાયરસને નષ્ટ કરી શકાય છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોઈ દર્દીના સ્વસ્થ થયાના 14 દિવસ બાદ તેના શરીરથી એન્ટીબોડીઝ લઈ શકાય છે. આ પ્રક્રિયામાં સ્વસ્થ થયેલા દર્દીના શરીમાંથી લોહી કાઢવામાં આવે છે. લોહીમાં હાજર એન્ટીબોડીઝ માત્ર પ્લાઝ્મામાં હોય છે. એટલા માટે લોહીથી પ્લાઝ્મા અલગ કરી બાકીનું લોહી ફરી દર્દીના શરીરમાં પરત ચઢાવવામાં આવે છે.
પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ ગંભીર રીતથી સંક્રમિત દર્દીઓ પર કરી શકાય છે અને આ થેરાપી શરૂ કર્યાના 48 થી 72 કલાકની અંદર દર્દીના સ્વસ્થ્યમાં સુધારો આવી શકે છે. ICMRની મંજૂરી મળ્યા બાદ હવે દેશમાં પ્લાઝ્મા થેરાપી (Plasma Therapy) ફર કામ શરૂ કરવામાં આવી રહ્યું છે.
વિદેશની વાત કરીએ તો, આ સમયે ચીન અને દક્ષિણ કોરીમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે.
તમને જણાવી દઇએ કે, કોરોના સંક્રમણની સારવાર માટે અત્યાર સુધીમાં કોઈ રસી અથવા દવા તૈયાર કરવામાં સફળતા મળી નથી.
સંક્રામક રોગો માટે વર્ષોથી પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા SARS, MERS અને H1N1 જેવી મહામારીની સારવાર પણ પ્લાઝ્મા થેરાપીથી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube