દિલ્હીમાં પૂરની સ્થિતિ ધીરે ધીરે ગંભીર થઈ રહી છે. રાજધાની દિલ્હીમાં યમુનાના જળસ્તરે 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. યમુનાના જળસ્તર વધતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો છે. કેજરીવાલે માંગણી કરી છે કે હરિયાણાથી ઓછું પાણી છોડવું જોઈએ. દિલ્હીના પૂર પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરાઈ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરેલી છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં એકવાર ફરીથી ભારે વરસાદનું અનુમાન છે. જ્યાં 15 અને 16 જુલાઈએ હિમાચલમાં ભારે વરસાદ પડી શકે છે. હરિયાણા અને પંજાબમાં પણ પૂર જેવી સ્થિતિ છે. અનેક જગ્યાઓ પર પાણી ભરાવવાની સમસ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યમુનામાં સતત વધી રહ્યું છે પાણી
દિલ્હીમાં યમુના નદીના જળસ્તરે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. દિલ્હીના અનેક વિસ્તારો સંપૂર્ણ રીતે જળમગ્ન થઈ ગયા છે. યમુનાનું જળસ્તર 208 મીટર પાર કરી ચૂક્યું છે. આ અગાઉ 1978માં પહેલીવાર લોહેવાલા બ્રિજ પાસે જળસ્તર 207.49 મીટર રેકોર્ડ થયું હતું. યમુનાના પૂરના પગલે જેટલા પણ મોટા નાળા છે તેનો પ્રવાહ સંપૂર્ણ રીતે રોકાઈ ગયો છે. જો યમુનામાં હજું આ રીતે પાણી વધશે તો દિલ્હી માટે ભારે મુશ્કેલી થઈ શકે છે. દિલ્હીના 3 વોટર પ્લાન્ટ બંધ કરાયા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube