નવી દિલ્હીઃ હાલમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પીસી ચાકો (PC Chacko) મંગળવારે એનસીપીમાં સામેલ થઈ ગયા છે. એનસીપીના અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar) એ પીસી ચાકોને પાર્ટીનું સભ્ય પદ આપ્યુ છે. શરદ પવારે કહ્યુ કે, કેરલના મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, પીસી ચાકોના  એનસીપી સામેલ થવા પર ખુશી છે. પ્રચારમાં તે ખુબ ઉપયોગી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા પીસી ચાકોએ એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. ચાકોએ કહ્યુ કે, કેરલમાં એનસીપી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટ (એલડીએફ) નો ભાગ છે. એકવાર ફરી હું એનસીપીનો ભાગ થઈને એલડીએફમાં પરત આવી ગયો છું. 


Kisan Andolan: હવે દિલ્હી-નોઇડા બોર્ડર બંધ કરવાની તૈયારી, રાકેશ ટિકૈતે કરી જાહેરાત  


મહત્વનું છે કે 10 માર્ચે ચૂંટણી રાજ્ય કેરલમાં કોંગ્રેસને ઝટકો આપતા વરિષ્ઠ નેતા પીસી ચાકોએ રાજીનામુ આપ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી ઉમેદવાર નક્કી કરવામાં જૂથવાદ હાવી રહ્યો. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેરલમાં 6 એપ્રિલે થનાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની પસંદગી બે સમૂહોએ અલોકતાંત્રિક રીતે કરી. પીસી ચાકો આશરે પાંચ દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. પીસી ચાકો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં સામેલ રહ્યા, તેઓ કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. ચાકો વર્ષ 2009થી લઈને 2014 સુધી કેરલના થ્રિસૂરથી સાંસદ રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube