Delhi: Liquor માટે હવે દુકાન સુધી લાંબા નહીં થવું પડે, દેશી-વિદેશી દારૂ ઘરે બેઠા મળી જશે
કોરોના (Corona) સંક્રમણ પર કાબૂ મેળવવા અને દારૂની દુકાનો પર ભીડ ઓછી કરવા માટે દિલ્હી (Delhi) સરકારે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય અને વિદેશી બ્રાન્ડના દારૂની હોમ ડિલિવરીનો રસ્તો ક્લિયર કરી નાખ્યો છે. હ
નવી દિલ્હી: કોરોના (Corona) સંક્રમણ પર કાબૂ મેળવવા અને દારૂની દુકાનો પર ભીડ ઓછી કરવા માટે દિલ્હી (Delhi) સરકારે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય અને વિદેશી બ્રાન્ડના દારૂની હોમ ડિલિવરીનો રસ્તો ક્લિયર કરી નાખ્યો છે. હવે લોકો ઘરે બેઠા મોબાઈલ એપ કે ઓનલાઈન વેબ પોર્ટલના માધ્યમથી ઓર્ડર આપીને દારૂ મંગાવી શકે છે.
દિલ્હી સરકારે આબકારી નિયમોમાં કર્યો ફેરફાર
દિલ્હી સરકારે દારૂની હોમ ડિલિવરી (Liquor Home Delievery) માટે આબકારી નિયમોમાં ફેરફાર કર્યો છે. દિલ્હી આબકારી (સંશોધન) નિયમ 2021 મુજબ એલ-13 લાયસન્સ ધારકોને લોકોના ઘર સુધી દારૂ પહોંચાડવાની મંજૂરી રહેશે. મોબાઈલ એપ કે ઓનલાઈન વેબ પોર્ટલના માધ્યમથી ઓર્ડર કરીને ભારતીય અને વિદેશી દારૂની હોમ ડિલિવરી થઈ શકશે.
લાંબા સમયથી કરી રહ્યા હતા ફેરફારની માગણી
દારૂના નિર્માતાઓ લાંબા સમયથી દિલ્હી સરકાર પાસે ઓનલાઈન ઓર્ડર અને દારૂની હોમ ડિલિવરીની મંજૂરી માંગી રહ્યા હતા. અત્રે જણાવવાનું કે એપ્રિલમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનની જાહેરાત બાદ દારૂની દુકાનો પર લાંબી લાઈન લાગી ગઈ હતી. ત્યારપછી દારૂ નિર્માતા કંપનીઓએ દિલ્હી સરકાર પાસે દારૂની હોમ ડિલિવરીની મંજૂરી આપવાની અપીલ કરી હતી.
Corona ની ત્રીજી લહેર?, એક મહિનામાં એક જ જિલ્લામાંથી 8000થી વધુ બાળકો કોરોના સંક્રમિત, પ્રશાસનના હોશ ઉડ્યા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube