નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના જોખમનું સ્તર જોતા દિલ્હી સરકાર સંપૂર્ણ લોકડાઉન લગાવવા માટે તૈયાર છે. જેની જાણકારી દિલ્હી સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને આપી. દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવા માટે તૈયાર છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાડોશી રાજ્યોમાં પણ લોકડાઉન લગાવવાની માંગણી કરી
દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે અમે લોકડાઉન લગાવવા માટે તૈયાર છીએ. પણ જો પાડોશી રાજ્યો હેઠળ આવતા એનસીઆરમાં પણ લોકડાઉન લગાવવામાં આવે તો તે વધુ સાર્થક રહેશે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં વધતા પ્રદૂષણના મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ખુબ ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે જો જરૂર પડે તો બે દિવસનું લોકડાઉન લગાવી દો. 


મહિલાએ રિક્ષાવાળાના નામે કરી નાખી એક કરોડની પ્રોપર્ટી, કિસ્સો જાણી આંખો ભીંજાઈ જશે


દિલ્હીમાં હવાની ગુણવત્તામાં હળવો સુધારો
દિલ્હીમાં વાયુ ગુણવત્તામાં સોમવારે હળવો સુધારો થયો છે અને તે ગંભીર શ્રેણીમાંથી ખુબ જ ખરાબ શ્રેણીમાં પહોંચ્યુ છે. દિલ્હીમાં સોમવારે સવારે 6 વાગે વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 318 નોંધાયો. NCR વિસ્તારો ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને નોઈડામાં AQI ક્રમશ: 312, 329, 317 અને 387 નોંધાયો. 


કંગનાને મળ્યો આ દિગ્ગજ અભિનેતાનો સપોર્ટ, જાણો તેમણે શું કહ્યું? 


દિલ્હી-એનસીઆરમાં શાળાઓ બંધ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રદૂષણ સંકટને પહોંચી વળવા માટે શનિવારે એક સપ્તાહ માટે શાળાઓ બંધ કરવા, નિર્માણ ગતિવિધિઓ પર રોક લગાવવા, સરકારી કાર્યાલયોમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવા સહિત અનેક ઈમરજન્સી પગલાંની જાહેરાત કરી હતી. દિલ્હી બાદ હરિયાણા સરકારે પણ મોટું પગલું ભર્યું અને ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જરમાં શાળાઓને 17 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube