નવી દિલ્હી: કોરોના (Corona) ની બીજી લહેર દરમિયાન દિલ્હી (Delhi) સહિત દેશના અનેક રાજ્યોમાં દર્દીઓએ ઓક્સિજન સંકટનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ઓક્સિજન ઓડિટ ટીમના રિપોર્ટમાં દિલ્હી વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી સરકારે કરી હતી 4 ગણી વધુ ઓક્સિજનની માગણી
ઓક્સિજન ઓડિટ ટીમે કોવિડ-19ની બીજી લહેર દરમિયાન 25 એપ્રિલથી 10 મે વચ્ચે દિલ્હીમાં ઓક્સિજનની જરૂરિયાતને ચાર ગણી કરતા વધુ જણવવા બદલ દિલ્હી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કમિટીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દિલ્હીને ઓક્સિજનની વધારાની આપૂર્તિ 12 રાજ્યોમાં આપૂર્તિને પ્રભાવિત કરી શકે તેમ હતી. 


Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા, 1300થી વધુ લોકોના મોત


દિલ્હીને ફક્ત 289 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત હતી
સૂત્રોના જણાવ્યાં મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ઓક્સિજન ઓડિટ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે  દિલ્હીમાં બેડ ક્ષમતા પ્રમાણે 289 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત હતી. જ્યારે દિલ્હી સરકારે દ્વારા દાવો કરાયો કે તેમને 1140 મેટ્રિક ટન ઓક્સિજન જોઈએ. જે ક્ષમતા કરતા ચાર ગણી વધારે હતી. 


અન્ય રાજ્યોએ ઉઠાવવું પડ્યું નુકસાન
કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે દિલ્હીને જેટલો ઓક્સિજન જોઈતો હતો તેના કરતા વધુ ડિમાન્ડ કરવાના કારણે અન્ય રાજ્યોએ નુકસાન ઉઠાવવું પડ્યું. જ્યાં એક બાજુ દિલ્હીને જરૂરિયાત કરતા વધુ ઓક્સિજન મળી રહ્યો હતો ત્યાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, અને જમ્મુ કાશ્મીર ઓક્સિજનની કમીના કારણે ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube