કોરોનાથી બચાવ માટે પંજાબ બાદ દિલ્હી અને મહારાષ્ટ્રમાં પણ કર્ફ્યું લાગુ
કોરોનાથી બચવા માટે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં કર્ફ્યુ લાગ્યા બાદ હવે હવે કોઇ ઘરેથી બહાર નહી નિકળી શકે. કર્ફયું પાસ હશે તે જ વ્યક્તિને બહાર નિકળવા માટેની પરવાનગી મળશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સાંજે એક પત્રકાર પરિષદમાં લોકોને સરકારનાં દિશાનિર્દેશોનું પાલન કરવા માટેની અપીલ કરી હતી. સાથે જ મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે, જે લોકો નિયમોનું પાલન નહી કરે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. રાત્રે સરકારે દિલ્હીમાં કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હી : કોરોનાથી બચવા માટે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં કર્ફ્યુ લાગ્યા બાદ હવે હવે કોઇ ઘરેથી બહાર નહી નિકળી શકે. કર્ફયું પાસ હશે તે જ વ્યક્તિને બહાર નિકળવા માટેની પરવાનગી મળશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સાંજે એક પત્રકાર પરિષદમાં લોકોને સરકારનાં દિશાનિર્દેશોનું પાલન કરવા માટેની અપીલ કરી હતી. સાથે જ મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે, જે લોકો નિયમોનું પાલન નહી કરે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. રાત્રે સરકારે દિલ્હીમાં કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો છે.
કોરોના વાયરસ ને પગલે સિનિયર સિટીઝનો ને મદદ પોહચાડી રહી છે પોલીસની SHE TEAM
પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ વાયરસ નવો છે, તેના અંગે આપણી પાસે વિસ્તૃત માહિતી નથી, વધારે સંશોધન પણ નથી થયું. આપણા દેશમાં આ વાયરસ મોડો આવ્યો એટલે આપણને અન્ય દેશો પાસેથી શીખીને પગલા ઉઠાવવા પડશે. આપણે તે દેશો પાસેથી નહી શીખીએ તો મોટી ભુલ ગણાશે. ઇટાલીમાં 23 ફેબ્રુઆરીએ માટે 100 કેસ હતા, જો કે આજે ત્યાં 40 હજારથી વધારે કેસ છે. માત્ર એક મહિનામાં વધારે 5000થી વધારે લોકોનાં મોત થઇ ચુક્યા છે. અમેરિકામાં 29 ફેબ્રુઆરી સુધી 68 કેસ હતા અને 1 વ્યક્તિનું મોત થઇ ચુક્યું હતું. આજે અમેરિકામાં 35 હજારથી વધારે કેસ છે અને 418 થી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે.
Corona LIVE: રાજ્યમાં 30 કેસ પોઝીટીવ, પાંચ જિલ્લાઓનું આવન જાવન સંપુર્ણ બંધ
કોરોના કહેર: ગુજરાતમાં મધરાતથી 31 માર્ચ સુધી લોકડાઉન, આટલી સર્વિસ રહેશે ચાલું
પંજાબ મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ કર્ફ્યું
દેશમાં કોરોના વાયરસથી બચાવ માટે સૌથી પહેલા પંજાબમાં કર્ફ્યું લગાવાયું. ત્યાર બાદ આજે મહારાષ્ટ્રમાં પણ કર્ફ્યું લગાવાયો છે. આ બંન્ને રાજ્યોમાં કલમ 144 બાદ કર્ફ્યું લગાવાયું. સાંજે ચંડીગઢમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યું લગાવવાના સમાચાર આવ્યા. રાત્રે દિલ્હીમાં પણ કર્ફ્યું લગાવવામાં આવ્યું. કર્ફ્યું દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે. દેશમાં કોરોનાથી પીડિત દર્દીઓની સંખ્યા વધીને 467 થઇ ગઇ. 34 લોકો અત્યાર સુધી આ બીમારીથી રિકવર થઇ ચુક્યા છે. અત્યાર સુધી દેશમાં કોરોનાને કારણે 10 લોકોનાં મોત થઇ ચુક્યા છે. આજે ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમાં ત્રણ લોકોને કોરોના વાયરસથી મોત થઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube