નવી દિલ્હીઃ ગુજરાતમાં ચૂંટણીમાં જીત મેળવવા માટે મોટી-મોટી જાહેરાતો કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દેશ માટે મેડલ જીતનાર દિલ્હીની મહિલા રેસલરની છેલ્લા પાંચ વર્ષથી મદદ કરી રહ્યાં નથી. હાલમાં સમાપ્ત થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી દેશનું નામ રોશન કરનાર મહિલા રેસલર દિવ્યા કાંકરાને જણાવ્યું કે, તેમની ક્યારે મુખ્યમંત્રી કેજરીવાલ સાથે મુલાકાત થઈ હતી. હકીકતમાં દિવ્યાએ મેડલ જીત્યો તો કેજરીવાલે ટ્વીટ કરી શુભેચ્છા આપી હતી. તેના પર દિવ્યાએ દિલ્હી સરકાર દ્વારા કોઈ પ્રકારની મદદ ન કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે દિવ્યા કાકરાને જણાવ્યું કે વર્ષ 2017મા મેડલ જીત્યા બાદ તેની મુલાકાત કેજરીવાલ સાથે થઈ હતી. ખેલાડીએ કહ્યું- વર્ષ 2017માં મેડલ જીત્યા બાદ હું મુખ્યમંત્રી કેજરીવાલને મળી હતી. તેમણે મને વિશ્વાસ અપાવ્યો કે જો હું લેખિતમાં તેમની પાસે મદદ માંગુ તો જરૂર આપવામાં આવશે. મેં લેખિતમાં રજૂઆત કરી પરંતુ હજુ સુધી મારો સંપર્ક કર્યો નથી. તેમણે કોઈ પ્રકારની મદદ કરી નથી. તેમણે યાત્રા, પોષણ વગેરેમાં કોઈ વસ્તુની મદદ કરી નથી. 


પૈસા માટે યુવકો સાથે લડી કુશ્તી
દિવ્યાએ કહ્યું કે હું લાંબા સમયથી રેસલિંગ કરી રહી છું. મેં યુવતીઓ સાથે કુશ્તી કરી તો મને કોઈએ પૈસા ન આપ્યા એટલે હું મારા પોષણ માટે છોકરાઓ સાથે કુશ્તી કરી. વર્ષ 2017 સુધી મેં દિલ્હીને 58 મેડલ અપાવ્યા. દિવ્યાએ આગળ કહ્યું કે હું ગરીબ પરિવારમાંથી આવુ છું. મારી પાસે યાત્રા કરવાના પણ પૈસા નહોતા. 


દેશમાં ફ્રી સુવિધા બંધ કરવાનો પ્રયાસ, કેજરીવાલે કેન્દ્ર સરકાર પર ઉઠાવ્યા સવાલ


યુપી સરકારે કરી મદદઃ દિવ્યા
કુશ્તીની ખેલાડીએ જણાવ્યું કે વર્ષ 2019માં ઉત્તર પ્રદેશ સરકારે મને રાણી લક્ષ્મી બાઈ એવોર્ડ આપ્યો. વર્ષ 2020માં તેમણે અમને આજીવન પેન્શન આપ્યું. પાછલા દિવસોમાં 50 લાખ રૂપિયા અને ઓફિસર રેન્કનું પદ મને આપ્યું. યુપી સરકારે મારી મદદ કરી. હરિયાણા સરકારે પણ મારી મદદ કરી હતી. પરંતુ દિલ્હીની કેજરીવાલ સરકારે મદદ કરી નથી.


20 વર્ષથી દિલ્હીમાં રહે છે દિવ્યા
ભારતીય યુવા રેસલર દિવ્યા કાકરાને કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ જીત માટે કેજરીવાલે તેને શુભેચ્છા આપી. તેના પર યુવા ખેલાડીએ કહ્યું કે શુભેચ્છા આપવા માટે આભાર મુખ્યમંત્રી, મારી તમને વિનંતી છે કે હું છેલ્લા 20 વર્ષથી રહુ છું અને દિલ્હી માટે રમી રહી છું. પરંતુ હજુ સુધી સરકારે મને કોઈ મદદ કરી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube