નવી દિલ્હી: મુખ્યમંત્રી કોવિડ-19 પરિવાર આર્થિક સહાયતા યોજનાની શરૂઆત આજથી દિલ્હી (Delhi) માં શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) યોજનાની શરૂઆત કરી જેનો હેતુ કોરોનાથી જીવ ગુમાવનારાના પરિજનોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાયતા આપવાનો છે. આ ઉપરાંત પરિવારમાં કમાનારી વ્યક્તિના કોરોના (Corona) થી મોત પર 2500 રૂપિયા દર મહિને આપવાની પણ યોજના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના પીડિતોને મળશે મદદ
દેશમાં સૌથી પહેલા આવી કોઈ યોજના રાજધાની દિલ્હીમાં લાગૂ થઈ રહી છે. કોરોના મહામારીના કારણે અનાથ થયેલા બાળકો કે પીડિત પરિવારોને આર્થિક મદદ આપવા માટે આ પગલું ભરાયું છે. 


તાજેતરમાં દિલ્હી (Delhi) ના ઉપરાજ્યપાલે કોવિડ-19 મુખ્યમંત્રી આર્થિક સહાયતા યોજનાને મંજૂર કરતા નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ યોજનાથી કોરોના પીડિત પરિવારોને જલદી અને સરળતાથી આર્થિક મદદ મળી શકશે. 


કેબિનેટ વિસ્તરણ પહેલા જબરદસ્ત ઉથલપાથલ, કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને બનાવાયા રાજ્યપાલ


આ યોજનામાં સરકાર પીડિતોના આશ્રિત બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્યનું પણ પૂરેપૂરું ધ્યાન આપશે. આ ઉપરાંત સરકાર પરિવારના એક સભ્યને નાગરિક સુરક્ષા સ્વયંસેવક (Civil Defense Volunteer) તરીકે પણ નામાંકિત કરવા પર વિચાર કરી રહી છે. 


આ રીતે મળશે આર્થિક સહાયતા
યોજના હેઠળ દરેક કોરોના મૃતકના પરિવારને 50,000 રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં  આવશે. કોરોનાના કારણે પતિના મોત થવા પર પત્નીને 2500 રૂપિયા પ્રતિ માસ આજીવન આપવામાં આવશે. પત્નીના મૃત્યુ પર પતિને આજીવન 2500 રૂપિયા મળશે. સિંગલ પેરેન્ટ થવા પર જો મૃત્યુ થાય તો નિરાધાર બાળકને 25 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી પ્રતિ માસ 2500 રૂપિયા મળશે. 


Cabinet Expansion પહેલા રાજ્યોના ગવર્નર બદલાયા, નવસારીના મંગુભાઈ પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા


આ ઉપરાંત પતિ અને પત્ની બંનેના મૃત્યુ થાય તો જેમાંથી એકનું મૃત્યુ કોરોનાના કારણે થયું હોય એવા પરિવારમાં માતા કે પિતા કે જો બાળક હોય તો કોઈ એકને 2500 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે. 


અપરણિત વર્કિંગ પુત્ર કે પુત્રીનું કોવિડથી મોત થયું હોય તો પિતા કે માતાને આજીવન પ્રતિ માસ 2500 રૂપિયા આપવાની જોગવાઈ છે. તથા ભાઈ/બહેન ના શારીરિક કે માનસિક વિકલાંગ થવા પર 2500 રૂપિયા આજીવન આપવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube