નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે સોમવારે કેન્દ્રને પુછ્યું કે, જો કોઇ બેંક નિષ્ફળ જાય તો એવી સ્થિતીમાં બેંકમાં એક લાખ રૂપિયાથી વધારે જમા રાખનારા ગ્રાહકોની સુરક્ષા માટે શું ઉપાય છે. કોર્ટે કહ્યું કે, આ કેસ સામાન્ય લોકોનાં હિતો સાથે જોડાયેલો છે. મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન અને ન્યાયાધીશ વીકે રાવે એક જનહિત અરજી પર સુનવણી કરતા આ સવાલ કેન્દ્ર સરકારને પુછવામાં આવ્યો અને તે અંગે હલફનામું દાખલ કરવામાં આવ્યું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજીમાં દાવો કરવામાં આવ્યો કે ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી) પ્રતિ ગ્રાહક એલ લાખ રૂપિયા જમા હોય તેવી સ્થિતીમાં જ વીમો ઉપલબ્ધ કરાવે છે. ભલે ઉપલબ્ધ કરાવતા હોય, ભલે તેને બચત ખાતાના હપ્તા અથવા ચાલુ ખાતામાં ગમે તેટલી રકમ કેમ જમા ન રાખી હોય. 

રિઝર્વ બેંકની અનુષાંગીક ડીઆઇસીજીસીની રચના 1961માં કરવામાં આવ્યું. તેનો ઇરાદો બેંકોમાં જમા કરીને વીમા તથા દેવું કરવાની સુવિધાની ગેરેન્ટી ઉપલબ્ધ કરાવે છે. પ્રદીપ કુમારે જનહિત અરજી દાખલ કરતા ખાતામાં ગમે તેટલા રૂપિયા જમા હોય, મહત્તમ એક લાખ રૂપિયાની જ વીમા રકમ ઉપલબ્ધ કરાવવાની ડીઆઇસીજીસીનાં નિર્ણયને પડકાર ફેંક્યો છે. 

કુમારની તરફતી રજુ અધિવક્તા વિવેક ટંડને પીઠ સમક્ષ કહ્યું કે, માહિતી અધિકાર હેઠલ મળેલી માહિતી અનુસારદેશમાં એવા 16.5 કરોડ ખાતા છે જેમાં એક લાખ રૂપિયાથી વધારે જમા છે. તેમણે કહ્યું કે, છેલ્લા 25 વર્ષમાં વીમા કમરની કોઇ સમીક્ષા નથી થઇ. 

સુનવણી દરમિયાન કેન્દ્ર અને ડીઆઇસીજીસીએ પીઠને કહ્યું કે, એક લાખ રૂપિયા માત્ર તત્કાલ રાહત છે અને બેંક નિષ્ફલ થવામાં આ અંતિમ રાહત નથી. જો કે કેન્દ્રના વકીલ તે જણાવી શકવામાં નિષ્ફળ રહ્યા કે કયા પ્રાવધાન હેઠળ કહેવામાં આવ્યું છે કે, એક લાખ રૂપિયા તત્કાલ રાહત છે.