કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ
કોરના (Coronavirus) સંક્રમણથી સ્વસ્થય થઈ દિલ્હીના સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain)ને મેક્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનને 19 જૂનના દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી સાકેતના મેક્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્લાઝ્મા થેરાપી આપવામાં આવી હતી. બે દિવસ આઈસીયૂમાં રહેવા બાદ તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો આવ્યો છે.
નવી દિલ્હી: કોરના (Coronavirus) સંક્રમણથી સ્વસ્થય થઈ દિલ્હીના સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain)ને મેક્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનને 19 જૂનના દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી સાકેતના મેક્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્લાઝ્મા થેરાપી આપવામાં આવી હતી. બે દિવસ આઈસીયૂમાં રહેવા બાદ તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો આવ્યો છે.
આ પણ વાંચો:- કોરોના: નિઝામુદ્દીન મરકઝનું શું છે ચીન કનેક્શન? ક્રાઇમ બ્રાંચ કરી રહી છે તપાસ
15 જૂનના સત્યેન્દ્ર જૈનને તાવ અને શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થવા પર દિલ્હીની સરકારી હોસ્પિટલ રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ થયા હતા. મંગળવારની સવારે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ બીજી વખત તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને તે પોઝિટિવ આવ્યો હતો. ચાર દિવસ બાદ તેમને મેક્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:- ચીન 20 તો ભારત 21... દરેક હિંમતની સજા ભોગવશે 'ડ્રેગન'! આ છે PM મોદીની તૈયારી
આ વાતને લઇને ઘણા સવાલ ઉભા થયા હતા કે જ્યારે પ્લાઝ્મા થેરાપી દિલ્હીની સરકારી હોસ્પિટલમાં પણ ઉપલબ્ધ છે તો પોતે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ તેમની હોસ્પિટલોની વ્યવસ્થા પર વિશ્વાસ કેમ ન કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube