નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારને મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે આપ સરકારની ઘર-ઘર રાશન યોજના પર પ્રતિબંધ લગાવી દીધો છે. મહત્વનું છે કે  યોજનાને લઈને કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે પણ તકરાર જોવા મળી ચુકી છે. દિલ્હી હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશની પીઠે રાશન વિતરણ માટે દિલ્હી સરકારની યોજનાને રદ્દ કરી દીધી છે. દિલ્હી સરકાર રાશન ડીલર્સ સંઘ દ્વારા યોજનાનો વિરોધ કરનારી અરજી પર કોર્ટે ચુકાદો આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપ સરકારને લાગ્યો ઝટકો
હાઈકોર્ટે મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજનાને પડકારનારી રાશન ડીલરોની બે અરજીને મંજૂરી આપી હતી. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ વિપિન સંઘી અને ન્યાયમૂર્તિ જસમીત સિંહે કહ્યુ કે, ઘર-ઘર વસ્તુ પહોંચાડવા માટે દિલ્હી સરકાર કોઈ અન્ય યોજના લાવવા માટે સ્વતંત્ર છે, પરંતુ તે કેન્દ્ર તરફથી ઉપલબ્ધ કરાવાતા અનાજનો ઉપયોગ ઘર-ઘર પહોંચાડવાની યોજના માટે ન કરી શકે.


મહત્વનું છે કે દિલ્હી સરકારી રાશન ડીલર્સ એસોસિએશન અને દિલ્હી રાશન ડીલર્સ યૂનિયન તરફથી દાખલ અરજી પર કોર્ટે 10 જાન્યુઆરીએ આદેશ સુરક્ષિત રાખી લીધો હતો. મહત્વનું છે કે આ અરવિંદ કેજરીવાલની મહત્વકાંક્ષી યોજના હતી, પરંતુ તેને લઈને કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. હવે હાઈકોર્ટે આ યોજનાને રદ્દ કરી દીધી છે. 


આ પણ વાંચોઃ Road Rage Case: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષની જેલ


એક અહેવાલ પ્રમાણે દિલ્હીમાં 72 લાખથી વધુ લોકો સબ્સિડીવાળુ રાશન મેળવવાને પાત્ર છે, જેમાંથી 17 લાખ રાશન કાર્ડ ધારક છે. ઘર-ઘર રાશન યોજનાને લઈને દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે પણ વિવાદ જોવા મળ્યો હતો. 


મહત્વનું છે કે દિલ્હી સરકાર પાછલા વર્ષે આ યોજના શરૂ કરવાની તૈયારીમાં હતા પરંતુ કેન્દ્રએ વિરોધ વ્યક્ત કર્યો હતો. બાદમાં કેજરીવાલ સરકારે યોજનામાંથી મુખ્યમંત્રી શબ્દ હટાવી લીધો હતો. તેમ છતાં કેન્દ્ર અને એલજી તરફથી મંજૂરી મળી નહીં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube