નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં જારી ઓક્સિજન સંકટ (Oxygen crisis) ને લઈને દિલ્હી હાઈકોર્ટે મંગળવારે આક્રમક રૂપ અપનાવ્યું. પહેલા તો દિલ્હી સરકારને ફટકારતા કહ્યું કે, તમારી સિસ્ટમ કોઈ કામ કરી રહી નથી, સંપૂર્ણ રીતે ફેલ છે. આ વચ્ચે ઓક્સિજન સપ્લાઈને લઈને એક સપ્લાઈરનું જૂઠને પકડ્યા બાદ હાઈકોર્ટે દિલ્હી સરકારને તે યૂનિટને ટેક ઓવક કરી અને ઓક્સિજનની જરૂરીયાત વાળી હોસ્પિટલમાં સપ્લાઈનો નિર્દેશ આપ્યો. હાઈકોર્ટે કહ્યું કે, કાલ સુધી યૂનિટ ટેકઓવર થઈ જવું જોઈએ. તેના પર દિલ્હી સરકારે કહ્યું કે, આજે જ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી સરકારને હાઈકોર્ટની ફટકાર
ઓક્સિજનની અછતના મામલા પર સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે આપ સરકારને ફટકાર લગાવી છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, તમારાથી સ્થિતિ સંભાળી શકાતી નથી, તો અમને જણાવો. અમે કેન્દ્રને સંભાળવા માટે કહીશું. હાઈકોર્ટે કહ્યું કે, દિલ્હી સરકારે ઓક્સિજન ડિસ્ટ્રિબ્યૂશન માટે નહીં ઓક્સિજન સિલિન્ડર માટે કમર કસવી જોઈએ. 


હકીકતમાં સુનાવણી દરમિયાન એક સપ્લાયર તરૂણ સેઠે દાવો કર્યો કે, તેને માત્ર 4 હોસ્પિટલોને ઓક્સિજન સપ્લાઈ માટે કહેવામાં આવ્યું છે. સેઠે કહ્યુ કે, જ્યારે તે દિલ્હી સરકારના અધિકારીઓને પૂછીએ છીએ કે તે બધો ઓક્સિજન આ ચાર હોસ્પિટલોને મોકલે ત્યારે તે કહે છે કે બાકી 76ને પણ તમારે મેનેજ કરવી પડશે. આ વચ્ચે સપ્લાયર મહારાજા અગ્રસેન હોસ્પિટલ વિશે દાવો કર્યો કે, તે ઓક્સિજન નથી લેતી કહે છે કે કોઈ અન્ય હોસ્પિટલને આપી દો, જરૂર નથી. હાઈકોર્ટે તેના જૂઠને પકડી લીધુ. કોર્ટે કહ્યું કે, અમે અત્યારે તમને કસ્ટડીમાં લઈ લેશું. 


હાઈકોર્ટે કહ્યું કે, આ હોસ્પિટલોમાં દર્દી મરી રહ્યા છે અને તમે કહો છે કે હોસ્પિટલ કહી રહી છે કે બીજાને આપો કારણ કે અમારે જરૂર નથી. હાઈકોર્ટે સપ્લાયરના દાવા પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે, ચોક્કસ પણે તે બ્લેક માર્કેટિંગમાં સામેલ હોઈ શકે છે. કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે, કાલ સુધી આ યૂનિટ ટેક ઓવર થઈ જવું જોઈએ. તેના પર સરકારે કહ્યું કે, આજે થઈ જશે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube