જયા જેટલીને હાઇકોર્ટમાંથી મળી રાહત, નીચલી કોર્ટના નિર્ણય પર લાગ્યો સ્ટે
સમતા પાર્ટીની પૂર્વ અધ્યક્ષ જયા જેટલી (Jaya Jaitly)ને હાઇકોર્ટમાંથી રાહત મળી ગઇ છે. હાઇકોર્ટમાં જયા જેટલીએ નિચલી કોર્ટના ચૂકાદાને પડકાર્યો હતો. હાલ કોર્ટે જયા જેટલીની અરજીને મંજૂર કરીને નિચલી કોર્ટના ચૂકાદા પર સ્ટે લગાવી દીધો છે.
નવી દિલ્હી: સમતા પાર્ટીની પૂર્વ અધ્યક્ષ જયા જેટલી (Jaya Jaitly)ને હાઇકોર્ટમાંથી રાહત મળી ગઇ છે. હાઇકોર્ટમાં જયા જેટલીએ નિચલી કોર્ટના ચૂકાદાને પડકાર્યો હતો. હાલ કોર્ટે જયા જેટલીની અરજીને મંજૂર કરીને નિચલી કોર્ટના ચૂકાદા પર સ્ટે લગાવી દીધો છે. હાઇકોર્ટ હવે કેસની સુનાવણી કરશે.
તમને જણાવી દઇએ કે દિલ્હીની રાઉઝ એવેનેયૂ કોર્ટે 20 વર્ષ જૂના રક્ષા સોદા ભ્રષ્ટાચારના કેસમાં દોષી સમતા પાર્ટીની પૂર્વ અધ્યક્ષ જયા જેટલી, તેમની પાર્ટીના પૂર્વ સહયોગી ગોપાલ પચેરલવાલ તથા નિવૃત મેજર જનરલ એસપી મુરગઇને 4-4 વર્ષની કેદની સજા સંભળાવી હતી.
કોર્ટે ત્રણેય પર 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સાથે કોર્ટે આજે સાંજે 3 વાગ્યા સુધી ત્રણેયને સરેંડર કરવાનો આદેશ કર્યો હતો. વિશેષ સીબીઆઇ જજ વીરેંદર ભટના સમક્ષ સીબીઆઇ દ્વારા રજૂ વકીલે કોર્ટે કહ્યું હતું કે દોષીઓને વધુમાં વધુ સજા આપવી જોઇએ, કારન કે તેમના દ્વારા કરવામાં આવેલા અપરાધોની પ્રકૃતિ એકદમ ગંભીર છે. સીબીઆઇએ કહ્યું હતું કે તહેલકા ન્યૂઝ પોર્ટના સ્ટિંગ ઓપરેશન બાદ આ કેસમાં આરોપીઓની ભૂમિકા ખુલીને સામે આવી.
સીબીઆઇએ માંગ કરી હતી કે જયા જેટલી અને તેમની જ પાર્ટીના પૂર્વ સહયોગી ગોપાલ પચેરલવાલ તથા મેજર જનરલ (નિવૃત) એસપી મુરગઇની સજાને લઇને કોઇ નરમાઇ વર્તવામાં નહી આવે. આ પહેલાં 25 જુલાઇના રોજ રાઉઝ એવન્યૂ કોર્ટે જયા જેટલી અને અન્ય બે આરોપીઓને ભ્રષ્ટાચાર અને આપરાધિક કાવતરાના દોષી હતા. તો બીજી તરફ જયા જેટલી તરફથી વકીલે કોર્ટે અપીલ કરી હતી કે તેમની અપીલ કરી હતી કે તેમના ક્લાઇન્ટની ઉંમર વધુ છે, જોકે તેમની ઉંમરને સજામાં ઢીલ આપવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube