નવી દિલ્હી: નવા આઈટી કાયદાને લઈને માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને દિલ્હી હાઈકોર્ટે મોટો આંચકો આપ્યો છે અને કોર્ટે સોશિયલ નેટવર્કિંગ કંપનીને ખુબ ફટકાર લગાવી છે. આ દરમિયાન ટ્વિટરે સ્વીકાર્યું કે તેણે અત્યાર સુધી નવા આઈટી નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કર્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વિટર કરી રહ્યું છે કાયદાની અવગણના- દિલ્હી હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે નવા આઈટી નિયમો હેઠળ ફરિયાદ નિવારણ અધિકારી (Grievance Redressal Officer) ની નિયુક્તિ નહીં કરીને ટ્વિટર કાયદાની અવગણના કરી રહ્યું છે. 


ગ્રીવાન્સ અધિકારીની નિયુક્તિમાં કેટલો સમય લાગશે?
સુનાવણી દરમિયાન જસ્ટિસ રેખા પલ્લીએ ટ્વિટરને ફટકાર લગાવતા કહ્યું કે ગ્રીવાન્સ અધિકારીની નિયુક્તિમાં કેટલો સમય લાગશે? જો ટ્વિટરને લાગતું હોય કે તે પોતાની મરજીથી જેટલો સમય લેવા માંગતું હોય તે લઈ શકે છે તો અમે એવું થવા નહીં દઈએ. 


કેબિનેટ વિસ્તરણ પહેલા જબરદસ્ત ઉથલપાથલ, કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને બનાવાયા રાજ્યપાલ


તમે તમારી મરજી પ્રમાણે સમય ન લઈ શકો-દિલ્હી હાઈકોર્ટ
જસ્ટિસ રેખા પલ્લીએ ટ્વિટરને પૂછ્યું કે જો 21 જૂન સુધીમાં ગ્રીવાંસ અધિકારીએ રાજીનામું આપી દીધુ તો બીજા અધિકારીની નિમણૂંક કેમ કરી નથી? ટ્વિટરે બીજા અધિકારીની નિમણૂંક કરવી જોઈતી હતી. કોર્ટે ટ્વિટરના વકીલને કહ્યું કે તમે ટ્વિટરને પૂછીને જણાવો કે ગ્રીવાંસ અધિકારી નિયુક્તિમાં કેટલો સમય લાગશે. 


Cabinet Expansion પહેલા થનારી મહત્વની બેઠક રદ, PM મોદી સાથે અનેક મંત્રીઓ ચર્ચામાં થવાના હતા સામેલ


કેન્દ્રએ દિલ્હી હાઈકોર્ટમાં આપ્યું સોગંદનામું
આ અગાઉ કેન્દ્ર સરકારે સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું અને કહ્યું હતું કે ટ્વિટર નવા આઈટી નિયમોના પાલનમાં નિષ્ફળ રહ્યું છે. કેન્દ્રએ કોર્ટમાં જણાવ્યું કે તમામ સોશિયલ મીડિયા કંપનીઓને આઈટી નિયમોનું પાલન કરવા માટે 3 મહિનાનો સમય અપાયો હતો અને 26મી મેના રોજ ડેડલાઈન સમાપ્ત થવા છતાં ટ્વિટર તેનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube