નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે લાભનાં પદ મુદ્દે પસાયેલી આમ આદમી પાર્ટીનાં 20 ધારાસભ્યોને મોટી રાહત આપી છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, ચૂંટણી પંચ 20 આપ ધારાસભ્યોની અરજી અંગે ફરીથી સુનવણી કરે. સભ્યપદ રદ્દ કરવાની અધિસૂચનાને દિલ્હી હાઇકોર્ટે રદ્દબાતલ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે એક મહત્વનો ચુકાદો આપતા આમ આદમી પાર્ટી (આપ)ને મોટી રાહત આપતા ચૂંટણી પંચનાં નિર્ણયને રદ્દ કરી દીધો છે. લાભનાં પદ મુદ્દે ચૂંટણી પંચે 19 જાન્યુઆરીએ 20 ધારાસભ્યોનું સભ્યપદ રદ્દ કરી દીધું હતું. જો કે આજનાં ચુકાદામાં કોર્ટે આ નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો હતો. હાઇકોર્ટે તમામ ધારાસભ્યોનાં સભ્યપદ બહાલ કર્યા હતા.


જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ ચંદ્રશેખરની બેન્ચે 28 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચ અને ધારાસભ્યોની તરફથી સુનવણી પુરી કર્યા બાદ પોતાનો આદેશ સુરક્ષીત કરી લીધો હતો. ચુકાદા અંગે ખુશી વ્યક્ત કરતા દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા તેને સત્યની જીત ગણાવી હતી. દિલ્હી હાઇકોર્ટે દિલ્હીનાં લોકોને ન્યાય આપ્યો. દિલ્હીનાં લોકોની આ મોટી જીત છે, દિલ્હીનાં લોકોને શુભકામના.



હાઇકોર્ટનાં ચુકાદા પહેલા અલકા લાંબાએ કહ્યું કે, તેમને કોર્ટનો ચુકાદો જે પણ હશે મંજૂર હશે. ચુકાદો આવ્યા બાદ તેઓ પાર્ટીનાં આગામી પગલાઓ અંગે ચર્ચા કરશે. અમે લોકો અહીં રાજનીતિ કરવા માટે નથી આવ્યા. અમે પ્રજાલક્ષી કાર્યો કરવા માટે આવ્યા છે. ચુકાદો આવ્યા બાદ તેઓ ખુબ જ ખુશ જોવા મળ્યા હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઇખોર્ટે ચૂંટણી પંચની સુનવણીને સુનવણી પુરી થવા અને નિર્ણય આવતા સુધી પેટા ચૂંટણી નહી કરાવવા માટે કહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિના ચુકાદાને આપ ધારાસભ્યોએ કોર્ટમાં પડકારીને તેને રદ્દ કરવા માટેની માંગ કરી હતી. કોર્ટમાં દાખલ અરજીમાં આપ ધારાસભ્યોએ કહ્યું કે, સંસદીય સચિવ રહેવા છતા તેમણે કોઇ પણ પ્રકારનું ભાડુ, સરકારી ભથ્થું, ગાડી અથવા અન્ય સુવિધા નથી મળી, એટલા માટે લાભનાં પદનો કોઇ જ સવાલ જ પેદા નથી થતો. 


પ્રશાંત પટેલે આ મુદ્દો ઉઠાવ્યો હતો. 
અરવિંદ કેજરીવાલ સરકારે 21 ધારાસભ્યોનાં સંસદી સચિવનાં પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેની વિરુદ્ધ વકીલ પ્રશાંત પટેલે ચૂંટણી પંચમાં અરજી દાખલ કરી હતી. આ મુદ્દે હવે 20 ધારાસભ્ય છે, કારણ કે રાજોરી ગાર્ડન ધારાસભ્ય જરનેલ સિંહે પંજાબમાં ચૂંટણી લડવા માટે પોતાનાં પદ પરથી રાજીનામું આપ્યું હતું.