નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર હવે રોક લાગશે નહીં. દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે અને નિર્માણ કાર્યને પડકારતી અરજીને ફગાવી છે. કોર્ટે કહ્યું કે નિર્માણ કાર્ય પર રોક લગાવવાનો સવાલ જ નથી ઉઠતો. મજૂરો સાઈટ પર કામ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજીકર્તાઓને એક લાખનો દંડ ફટકાર્યો
દિલ્હી હાઈકોર્ટે અરજી દાખલ કરનારાઓ પર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે આ કોઈ પીઆઈએલ નથી. આ એક મોટિવેટેડ પિટિશન છે. અરજીમાં માગણી કરાઈ હતી કે કોરોનાની સેકન્ડ વેવને ધ્યાનમાં રાખતા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોક લગાવવામાં આવે. 


BHU ના સ્ટડીમાં મોટો દાવો, જે લોકોને કોરોના મટી ગયો છે તેમના માટે રસીનો એક જ ડોઝ પૂરતો છે


'કોરોના પ્રોટોકોલનું થઈ રહ્યું છે પાલન'
આ બાજુ કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે પ્રોજેક્ટ સાઈટ પર કોરોના પ્રોટોકોલનું પાલન થઈ રહ્યું છે. તુષાર મહેતાએ સુનાવણી દરમિયાન અરજીકર્તાની નિયત પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તેમનું જનહિત ખુબ સિલેક્ટિવ છે. પ્રોજેક્ટ સાઈટથી માત્ર 2 કિલોમીટર દૂર ચાલી રહેલા નિર્માણ કાર્ય અને ત્યાંના મજૂરોની તેમને કોઈ ચિંતા થતી નથી. 


Covid-19 Updates: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઘટી રહ્યો છે!, જાણો શું છે લેટેસ્ટ અપડેટ


શું છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ?
દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે રાજપથની  બંને બાજુના વિસ્તારોને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કહેવાય છે. જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટની નજીક પ્રિન્સેસ પાર્કનો વિસ્તાર આવે છે. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના આ સમગ્ર વિસ્તારને રિનોવેટ કરવાની યોજનાને કહે છે. આ પ્રોજેક્ટ હેઠળ નવા સંસદ પરિસરનું નિર્માણ થવાનું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube