નવી દિલ્હીઃ રાજધાનીમાં હોલી ફેમિલી હોસ્પિટલની પાસે જામિયા કોઓર્ડિનેશન કમિટી દ્વારા પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શન CAA, NRC અને NPR વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે. પ્રદર્શન કરવા માટે પ્રદર્શનકારીઓને જામિયાથી સંસદ સુધી બોલાવવામાં આવ્યા હતા. પરંતુ પ્રદર્શનકારીઓને સુરક્ષાદળો દ્વારા ઓખલામાં હોસ્પિટલની પાસે રોકી દેવામાં આવ્યા છે. પોલીસ પ્રદર્શનકારીઓને પરત જવાનું કહી રહી છે. પોલીસ અને જામિયાના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી ટક્કરમાં ઘણા વિદ્યાર્થીઓને ઈજા થવાની માહિતી મળી રહી છે. તેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને જામિયા યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. તો 4-5 વિદ્યાર્થીઓને અલ શિફા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી પ્રમાણે જામિયા વિરોધ માર્ચ દરમિયાન એક યુવક અને યુવતી બેભાન થઈ ગયા હતા. યુવતીને ચક્કર આવ્યા હતા. બંન્નેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત છે કે આ મામલામાં જૂઠ અને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. પહેલા લોકો હોસ્પિટલ લઈ જવાની વાત કરી રહ્યં હતા, બેભાન થયાની વાત કરી રહ્યાં હતા. પછી એક મહિલા કહેવા લાગી કે પોલીસે વિદ્યાર્થીઓને ડંડા માર્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...