JNUમાં દીક્ષાંત સમારોહ દરમિયાન ફી વધારા મુદ્દે વિદ્યાર્થીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
હોસ્ટલ ફીના વધારા અને ડ્રેસ કોડના મુદ્દે વિદ્યાર્થીઓએ કેમ્પસમાં વિરોધ માર્ચ કાઢી હતી. વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલર વિરુદ્ધ જેએનયુ કેમ્પસની બહાર ઉગ્ર પ્રદર્શન પણ કર્યું હતું.
નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સોમવારે ફી વધારાના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓની માગણી છે કે ફી વધારા સહિતની અનેક મહત્વની જાહેરાતો પાછી ખેંચવામાં આવે. વિદ્યાર્થીઓ બહાર વિરોધ પ્રદર્શન કરતા હતા ત્યારે યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહ ચાલી રહ્યો હતો. આ દીક્ષાંત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ હાજર હતા.
આ દરમિયાન જ હોસ્ટલ ફીના વધારા અને ડ્રેસ કોડના મુદ્દે વિદ્યાર્થીઓએ કેમ્પસમાં વિરોધ માર્ચ કાઢી હતી. વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલર વિરુદ્ધ જેએનયુ કેમ્પસની બહાર ઉગ્ર પ્રદર્શન પણ કર્યું હતું. વિદ્યાર્થીઓને પ્રદર્શન કરતા રોકવા માટે મોટી સંખ્યામાં સીઆરપીએફ અને દિલ્હી પોલીસના જવાન ઉતારવામાં આવ્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
.