Delhi Kanjhawala Case: અંજલીનું માથું ફાટવાની સાથે હાડકાં આવી ગયા હતા બહાર, શરીરનું એક એક અંગ હતું લોહીલુહાણ
કંઝાવાલા કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અંજલીનું કાર સાથે ઢસડાવાના કારણે એટલી ખરાબ હાલત થઈ ગઈ હતી કે તેનું માથું ફાટી ગયું હતું અને હાડકાં બહાર આવી ગયા હતા. દિલ્હીમાં કારની સાથે ૧૨ કિમી સુધી ઢસડાવાને કારણે મૃત્યુ પામેલી અંજલિનો પીએમ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
Delhi Girl Accident: કંઝાવાલા કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અંજલીનું કાર સાથે ઢસડાવાના કારણે એટલી ખરાબ હાલત થઈ ગઈ હતી કે તેનું માથું ફાટી ગયું હતું અને હાડકાં બહાર આવી ગયા હતા. દિલ્હીમાં કારની સાથે ૧૨ કિમી સુધી ઢસડાવાને કારણે મૃત્યુ પામેલી અંજલિનો પીએમ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અંજલિના શરીરના ચીથડે ચીથડા થઇ ગયા હતા. તેનું માથું ફાટી ગયું હતું અને શરીર પર એક પણ અંગ એવુ નહોતું બચ્યું કે જ્યાં લોહીલુહાણ ના થઇ હોય. દિલ્હીના કંઝાવલા કેસમાં બુધવાર (4 જાન્યુઆરી) વધુ એક સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફુટેજ દુર્ઘટનાની જગ્યાથી 150 મીટરની દૂર છે. સીસીટીવીમાં પીડિતાની મિત્ર નિધિ (Nidhi) દુર્ઘટના બાદ ત્યાંથી ભાગતી જોવા મળી રહી છે. જેમાં ટાઇમ રાત્રીના 2 કલાક 2 મિનિટનો જોવા મળી રહ્યો છે. કંઝાવલા કાંડમાં મૃત્યુ પામેલી 20 વર્ષીય અંજલી સિંહ (Anjali Singh) સાથે દુર્ઘટના સમયે સ્કૂટી પર સવાર યુવતિ નિધિ હતી, જેની દિલ્હી પોલીસે ઓળખ કરી મંગળવારે નિવેદન લીધુ હતું.
ઝડપથી ભાગીને ઘરે પહોંચી અંજલિની મિત્ર નિધિ, કંઝાવલા કેસમાં સામે આવ્યા નવા CCTV
એ એ એ.... 5 સેકન્ડમાં 5 માળની નેતાજીની ઇમારત ધડામ : ડાઇનામાઇટ લગાવીને ઉડાવી દીધી
હેવાનોએ અંજલિને 13 નહીં પરંતુ 40 KM સુધી ઢસડી હતી, પાંસળીઓ તૂટી હતી, બ્રેઈન ગાયબ હતુ
પોલીસે જણાવ્યું હતું કે યુવતી અંજલિની મિત્ર છે અને દુર્ઘટનામાં તેને થોડી ઈજા થઈ છે, જ્યારે કારની નીચે આશરે 12 કિલોમીટર સુધી ઢસળાયા બાદ અંજલિનું મોત થઈ ગયું હતું. સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (કાયદો-વ્યવસ્થા) સાગર પ્રીત હુડ્ડાએ મંગળવારે જણાવ્યું હતું કે તે (મૃતકની મિત્ર) ડરી ગઈ હતી અને દુર્ઘટના બાદ ત્યાંથી ભાગી ગઈ હતી.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube