દિલ્હી-કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ પૂરી, નવરાત્રીથી શરૂ થશે ટ્રેન
ભારતીય રેલવે બોર્ડ(Indian Railway Board)ના ચેરમેન વિનોદકુમાર યાદવે મંગળવારે જણાવ્યું કે, દિલ્હી-કટરા વચ્ચે દોડનારી નવી વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ પુરી થઈ ચુકી છે. હવે આ ટ્રેન નવરાત્રીના દિવસથી શરૂ કરવામાં આવશે અને તીર્થયાત્રીઓ માટે આ એક મોટી ભેટ હશે.
નવી દિલ્હીઃ ભારતીય રેલવે બોર્ડ (Indian Railway Board)ના ચેરમેન વિનોદકુમાર યાદવે મંગળવારે જણાવ્યું કે, દિલ્હી-કટરા(Delhi-Katra) વચ્ચે દોડનારી નવી વંદે ભારત એક્સપ્રેસની (Vande Bharat Express) ટ્રાયલ પુરી થઈ ચુકી છે. હવે આ ટ્રેન નવરાત્રીના દિવસથી શરૂ કરવામાં આવશે અને તીર્થયાત્રીઓ માટે આ એક મોટી ભેટ હશે. ઉલ્લેખનીય છે કે, 29 સપ્ટેમ્બરથી નવરાત્રી(Navratra) શરૂ થવા જઈ રહી છે. એટલે દિલ્હી-કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ પણ 29 સપ્ટેમ્બરથી નિયમિત દોડવા લાગશે.
યાદવે વધુમાં જણાવ્યું કે, "દેશમાં 2022 સુધીમાં 40 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવશે. નવા વિશેષ નિર્દેશો અનુસાર આ કામ કરવામાં આવી રહ્યું છે. આ કામ મેક ઈન ઈન્ડિયા (Make In India) પ્રોજેક્ટનો ભાગ હશે. દેશના તમામ વ્યસ્ત રૂટને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રૂટને ડિસેમ્બર 2021 સુધી તૈયાર કરી દેવાશે."
સુખોઈ વિમાનમાંથી હવાથી હવામાં પ્રહાર કરતી અસ્ત્ર મિસાઈલનું કરાયું સફળ પરિક્ષણ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દિલ્હીથી કટરા 8 કલાકમાં પહોંચી જશે, જેનો અત્યારે 12થી 14 કલાકનો સમય લાગે છે. તેની ઝડપ પ્રતિ કલાક 130 કિમીની આસપાસ રહેશે. દેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દિલ્હી-વારાણસી વચ્ચે દોડી રહી છે.
સૂત્રો અનુસાર આ ટ્રેન સવારે 6.00 કલાકે દિલ્હીથી રવાના થશે અને અંબાલા, લુધિયાણા થીને બપોરે 12.38 કલાકે જમ્મુ પહોંચશે. બપોરે 2.00 કલાકે આ ટ્રેન કટરા પહોંચશે અને ત્યાંથી સાંજે 3.00 કલાકે દિલ્હી પરત આવવા માટે રવાના થશે.
જુઓ LIVE TV....