Viral Video: દિલ્હીમાં માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને માતા પિતાએ એવી તાલિબાની સજા આપી કે વીડિયો જોઈને તમે હચમચી જશો. બાળકીનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે હોમવર્ક કર્યું નહીં. આથી ગુસ્સે ભરાયેલા માતા પિતાએ બાળકીને આ સજા આપી. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી અને બાળકી પર આવી ક્રૂરતા આચરનાર નિષ્ઠુર માતા પિતાનો સંપર્ક કર્યો અને કાર્યવાહી હાથ ધરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 વર્ષની ઉંમરના બાળક પાસેથી તમે કેટલી અપેક્ષા રાખશો? અપેક્ષાઓનું સ્તર જ્યારે અત્યંત વધી જાય અને તમામ હદો પાર કરી નાખે તો માતા પિતા પછી બાળક પાસેથી ધાર્યુ કામ કરાવવા અને પાઠ ભણાવવાના નામે ગમે તે હદે જાય છે. આવું જ કઈક આ કેસમાં જોવા મળ્યુ છે. જેમાં બાળકીનો વાંક માત્ર એટલો કે તેણે હોમવર્ક કર્યું નહીં અને પેરેન્ટ્સ ગુસ્સે ભરાયા. 6 વર્ષની બાળકીને હોમવર્ક ન કરવા બદલ પાઠ ભણાવવા હાથ પગ બાંધીને ધાબે ધોમધખતા તાપમાં છોડી દીધી. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે બાળકી બીચારી તાપથી બચવા માટે આમ તેમ ઉપર નીચે થઈ રહી છે. રડે છે કકળે છે પરંતુ કોઈને તેની દયા આવતી નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube