નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આવેલી સ્થાનિક કોર્ટના વકીલો અને પોલીસ કર્મચારીઓ વચ્ચેની લડાઈ હવે ઉગ્ર બની ગઈ છે. બંને પક્ષો પોતાની જીદ પર અડેલા છે. દિલ્હીમાં સાકેત કોર્ટની બહાર સોમવારે કેટલાક વકીલે એક પોલીસ કર્મચારીને ઘેરી લઈને તેને ઢોર માર માર્યો હતો. આ કેસમાં હવે પોલીસે FIR દાખલ કરી લીધી છે. બાઈક સવાર કોન્સ્ટેબલનું નામ કરણ છે અને મહરોલી પોલીસ સ્ટેશનમાં તે કામ કરે છે. સરકારી કામ માટે તે કોર્ટમાં આવ્યો હતો ત્યારે વકીલોએ તેની સાથે મારામારી કરી હતી. 


શનિવારે દિલ્હીમાં તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલી છુટા હાથની મારા મારી, હિંસક સંઘર્ષ પછી સોમવારે વકીલો હડતાળ પર ઉતરેલા છે તો બીજી તરફ પોલીસ કર્મચારીઓ પણ પોતાની માગણીને લઈને અડગ છે. મંગળવારે પોલીસ કર્મચારીઓએ દિલ્હી પોલીસ કમિશનરની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હી પોલીસના પરિજનોએ પણ દિલ્હી-ચંડીગઢ માર્ગ પર રસ્તો બંધ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....