નવી દિલ્હી: દિલ્હીમાં વકીલો (Lawyers) દ્વારા પોલીસકર્મીઓ (Police)ની પીટાઈ બાદ પ્રદર્શન કરી રહેલા પોલીસકર્મીઓને પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે કહ્યું કે આ ઘડી દિલ્હી પોલીસ માટે પરીક્ષા, પ્રતિક્ષા અને અપેક્ષાની ઘડી છે. તેમણે કહ્યું કે એ યાદ રાખો કે આપણે કાયદાના રખેવાળની જેમ વર્તન કરીએ. દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે પોલીસવાલાઓની મારપીટ કરનારા વિરુદ્ધ કાર્યવાહી થશે. આ સાથે જ પોલીસ કમિશનરે પોલીસકર્મીઓને કામ પર પાછા ફરવાની અપીલ પણ કરી.જો કે આમ છતાં પોલીસકર્મીઓ માનવાના મૂડમાં નથી. આ સ્થિતિને કારણે ઉપરાજ્યપાલે વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક બોલાવી છે. અત્રે જણાવવાનું કે પ્રદર્શનકારીઓ દોષિતો વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરીક્ષા, અપેક્ષા અને પ્રતિક્ષાની ઘડી-પટનાયક
પોલીસકર્મીઓને અપીલ કરતા પટનાયકે કહ્યું કે આ સ્થિતિને આપણે પરીક્ષાની જેમ માનીએ અને આપણને કાયદો સંભાળવાની જવાબદારી સોંપાઈ છે તેનું ધ્યાન રાખીએ. આપણા માટે અપેક્ષાની પણ ઘડી છે. સરકાર અને જનતા તરફથી આપણી પાસે અનેક અપેક્ષાઓ કરવામાં આવે છે કારણ કે આપણે કાયદાના રખેવાળ છીએ. અત્યાર સુધી જે રીતે આપણે કાયદો વ્યવસ્થા જાળવી રાખી છે આગળ પણ તેમ જ જાળવીએ. પરીક્ષા, અપેક્ષા બાદ આપણા માટે પ્રતિક્ષાની પણ ઘડી છે. કોર્ટના આદેશ પર તપાસ ટીમ બનાવવામાં આવી છે. આપણે તેના પર વિશ્વાસ રાખવો જોઈએ અને જે પણ નિર્ણય આવે તેની પ્રતિક્ષા કરવી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV



આઈટીઓ પર લાંબો ટ્રાફિક જામ
દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્વીટ કરીને લોકોને સલાહ આપી કે આઈટીઓથી લક્ષ્મીનગર જવા માટે દિલ્હી ગેટ અને રાજઘાટના રસ્તે જાઓ. પોલીસકર્મીઓની સાથે તેમના પરિવારવાળા પણ પ્રદર્શનમાં સામેલ થયા. તેમની માગણી છે કે આરોપી વકીલો વિરુદ્ધ  કાર્યવાહી થાય. 



શું છે વિવાદ?   
અત્રે જણાવવાનું કે સોમવારે સાકેત કોર્ટનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં એક પોલીસકર્મીને કેટલાક વકીલો મારી રહ્યાં હતાં. શનિવારે તીસહજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલી ઝડપ બાદ સોમવારે દિલ્હીની તમામ કોર્ટના વકીલો હડતાળ પર ઉતર્યા હતાં. નોંધનીય છે કે શનિવારે દિલ્હીની તીસ હજારી કોર્ટથી આ સમગ્ર બબાલ શરૂ થઈ હતી. જ્યાં કોઈ વાત પર પોલીસ અને વકીલો વચ્ચે તૂતૂ મેમે થઈ હતી જે હાથાપાઈમાં ફેરવાઈ.