દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે અને ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા માટે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળે તેની રાહ જોઈને બેઠા હતા પરંતુ સોમવારે તેમને નિરાશા સાંપડી. સુપ્રીમ કોર્ટે ધરપકડને પડકારનારી અરજી પર ઈડીને નોટિસ તો મોકલી પરંતુ ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા દેવાની અપીલ કરતા આ મામલા પર આ શુક્રવારે સુનાવણીની માંગણી ન સ્વીકારી. કોર્ટે ઈડીને 24 એપ્રિલ સુધી જવાબ દાખલ કરવા જણાવ્યું છે અને આ મામલે 29 એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં સુનાવણી માટે આદેશઆપ્યો છે. જેનાથી સ્પષ્ટથાય છે કે 28  એપ્રિલ સુધી તો  કેજરીવાલને આ મામલે કોઈ રાહત મળી શકે તેમ નથી. આ બધા વચ્ચે એક વાત એ પણ છે કે દક્ષિણ ભારતના એક શક્તિશાળી મહિલા નેતા પણ આ કેસમાં કેજરીવાલ સાથે આરોપી છે. તો તેમના વિશે પણ ખાસ જાણવું જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્સ સીએમના પુત્રી
કે કવિતાની ઓળખ આમ તો તેલંગણાના પૂર્વ સીએમ કે ચંદ્રશેખર રાવના પુત્રી અને રાજકીય દળ બીઆરએસના એમએલસી તરીકે છે. બીઆરએસનું આખું નામ ભારત રાષ્ટ્ર સમિતિ છે. પહેલા તેનું નામ તેલંગણા રાષ્ટ્ર સમિતિ હતું. કવિતાને દિલ્હી આબકારી નીતિ મામલે ઈડીએ ધરપકડ  કર્યા હતા. તેમની આ ધરપકડ 15 માર્ચ 2024ના રોજ થઈ હતી. આ કેસને લઈને છેલ્લ બે વર્ષથી તપાસ ચાલુ છે. તે પણ આ મામલે 2022થી આરોપી છે. 


રાજકીય સફર
46 વર્ષના કવિતાએ અમેરિકામાંથી અભ્યાસ કર્યો છે. તેઓ તેલંગણા આંદોલનમાં ખુબ જ સક્રિય હતા. આ આંદોલનમાં મહિલાઓને સામેલ કરાવવા અને તેમને નેતૃત્વ આપવાની જવાબદારી તેમના ઉપર જ હતી. વર્ષ 2006માં કવિતાએ તેલંગણા જાગૃતિ મંચનો પાયો નાખ્યો. આ મંચની શરૂઆત તેલંગણા રાષ્ટ્ર  સમિતિની સ્થાપનાના બરાબર 5 વર્ષ બાદ  કરાઈ હતી. આ મંચનો લક્ષ્ય પોતાના વિસ્તારને સાંસ્કૃતિક અને રાજકીય રીતે મજબૂત બનાવવાનો હતો. આ કડીમાં અપ્રાસંગિક થઈ ચૂકેલા બધુકમ્મા ફૂલ જેવા લોક તહેવારને ફરીથી ઉજવવાનું શરૂ થયું. આ તહેવાર હવે પ્રદેશમાં ખુબ લોકપ્રિય છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કવિતા નિઝામાબાદ લોકસભા બેઠકથી ઉમેદવાર બન્યા. ચૂંટણી પરિણામોમાં પણ તેમને બંપર જીત મળી. જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે આ સીટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ધર્મપુરી અરવિંદે તેમને સજ્જડ હારનો સામનો કરાવ્યો હતો. 


આબકારી મામલે કવિતાનો પક્ષ
કવિતાએ અત્યાર સુધી દિલ્હી આબકારી મામલે પોતાની સંડોવણીની ના પાડી છે.  તેમણે 2023માં થયેલા  તેલંગણા વિધાનસભા ચૂંટણી દરમિયાન મીડિયાને કહ્યું હતું કે મારે આ મામલે કોઈ સંબંધ નથી. કોઈ પણ આધાર વગર મારા પર આરોપ લગાવવામાં આવ્યા છે. અમે તેમને યોગ્ય જવાબ આપી રહ્યા છીએ. અમે સરકારી તપાસ એજન્સીઓના ખોટા ઉપયોગને બધાની સામે લાવી રહ્યા છીએ. 


હાલનો ઘટનાક્રમ
આ મામલે કવિતાને ગત મહિને કસ્ટડીમાં લેવાયા હતા. ત્યારબાદથી તેઓ તિહાડ જેલમાં બંધ છે. આ મામલે આમ આદમી પાર્ટીના અનેક મોટા નેતાઓ આરોપી બનાવવામાં આવ્યા છે. સંજય સિંહને હાલમાં જામીન મળી ગયા છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં છે. હાલમાં જ કવિતાએ પુત્રની પરીક્ષાનો હવાલો આપીને જામીન માંગ્યા હતા. પરંતુ કોર્ટે ફગાવી દીધા. 


આ રીતે થઈ કેસમાં એન્ટ્રી
1 ડિસેમ્બર 2022ના રોજ સીબીઆઈની એક ટીમ કવિતાને દિલ્હી આપકારી નીતિ મામલે મળી અને પૂછપરછ કરી.  ટીમે લગભગ સાત કલાક સુધી પૂછપરછ કરી. આ સવાલ જવાબ બાદ સીબીઆઈ તરફથી તેમને એક નોટિસ મળી કે તેમને દિલ્હી સરકારની આબકારી નીતિ મામલે કથિત ભ્રષ્ટાચારને લઈને 6 ડિસેમ્બરના રોજ થનારી તપાસમાં તેમનો સહયોગ કરવો પડશે. 


સાઉથ ગ્રુપ તરફથી આપ નેતાઓને મળી લાંચ?
ઈડીના જણાવ્યાં મુજબ કવિતા 'સાઉથ ગ્રુપ' ના ખુબ જ મહત્વના સભ્ય છે. તેમણે 2021-22 દરમિયાન દિલ્હી આબકારી નીતિ મામલે એક મોટી ભૂમિકા ભજવી હતી. ઈડીના જણાવ્યાં મુજબ વિજય નાયરને 100 કરોડ રૂપિયાની લાંચવાળી રકમ સાઉથ ગ્રુપ તરફથી મળી હતી. આ રકમ આમ આદમી પાર્ટીના નેતાઓને આપવા માટે તેને અપાઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube