દિલ્હીમાં 7 જૂન સુધી લંબાવાયું Lockdown, પરંતુ સોમવારથી આ લોકોને મળશે છૂટ
દિલ્હીમાં કોરોના લૉકડાઉનની સમય મર્યાદાને એકવાર ફરી વધારી 7 જૂન કરી દેવામાં આવી છે. પરંતુ DDMA એ 1 જૂનથી અનલૉકની વાત કરતા કેટલાક ક્ષેત્રોને છૂટ આપી છે.
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં સંપૂર્ણ લૉકડાઉન (Delhi Lockdown) ને એકવાર ફરી વધારી દેવામાં આવ્યું છે. હવે રાજ્યમાં 7 જૂન સવારે 5 કલાક સુધી પ્રતિબંધો યથાવત રહેશે. પરંતુ DDMA એ સોમવારથી કેટલાક લોકોને બહાર નિકળવા અને કામ પર જવા માટે શરતી મંજૂરી આપી છે.
આ લોકોને હશે અવરજવરની મંજૂરી
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ એક નિવેદનમાં જણાવ્યું કે, દિલ્હીમાં જરૂરી ગતિવિધિઓને છોડીને અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ સિવાય કન્ટેઈન્મેન્ટ ઝોન (Contenment Zone) ની બહાર, ઔદ્યોગિત ક્ષેત્રમાં કન્સટ્રક્શન અને મેન્યુફેક્ચરિંગ એકમોને સંચાલન માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ દરમિયાન કડક રીતે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ કોરોનામાં જે પરિવારમાં કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું છે તેને પેન્શન આપશે મોદી સરકાર
શનિવારે દિલ્હીમાં આવ્યા 956 કેસ
કોરોના કેસની વાત કરીએ તો દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 956 કેસ સામે આવ્યા છે, જે લગભગ બે મહિના બાદ નોંધાયેલો સોૌથી ઓછો આંકડો છે. તો મહામારીને કારણે વધુ 122 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે સંક્રમણ દર ઘટીને 1.19 ટકા રહી ગયો છે. દિલ્હીમાં 22 માર્ચે કોરોનાના 888 કેસ સામે આવ્યા હતા અને ત્યારબાદ એક દિવસમાં એક હજારથી ઓછા કેસ નોંધાયા છે.
હવે દિલ્હીમાં અનલોકિંગ શરૂ કરવાનું છે
આ આંકડાને જોઈ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ ખુશી અને આશા વ્યક્ત કરી છે કે આવનારા સપ્તાહમાં જેમ-જેમ કેસ ઓછા થશે, અમે આગળ અનલૉક કરતા રહીશું. અમારી ઈચ્છા છે કે આર્થિક ગતિવિધિ પાટા પર આવે. લૉકડાઉન કોઈને પસંદ નથી. આ સરકારની પાસે અંતિમ વિકલ્પની જેમ છે, જ્યારે સ્થિતિ બેકાબૂ થવા પર તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે બધુ ઠીક થઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube