માલવિયા નગર વિસ્તારમાં 19 વર્ષની યુવતી સાથે કારમાં ગેંગરેપનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પીડિતાની ફરિયાદ પર પોલીસે બુધવારે એફઆઈઆર નોંધી છે અને આરોપીને શોધી રહી છે. ડીસીપી સાઉથ ચંદન ચૌધરીએ આ બાબતની પુષ્ટિ કરતા કહ્યું કે, યુવતીએ 12 એપ્રિલે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું છે સમગ્ર ઘટના
દિલ્હી પોલીસે જણાવ્યું કે લગભગ અઢી વર્ષ પહેલા 2020માં અનુભવ નામના યુવકે સોશિયલ મીડિયા દ્વારા તેનો સંપર્ક કર્યો હતો. જ્યારે તે નોકરીની શોધમાં હતી.ત્યાર બાદ અનુભવે તેણીને માલવિયા નગર મેટ્રો સ્ટેશન પાસે મળવા બોલાવી હતી. તેની કારમાં વધુ બે મિત્રો પહેલેથી જ હતા. યુવતીનો આરોપ છે કે કારમાં બેસીને તે રસ્તા પર ફરતી રહી અને બેગમપુર વિસ્તારમાં કારમાં બે યુવકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આ સાથે જ તેની વીડિયો ક્લિપ પણ બનાવી અને તેને સોશિયલ મીડિયા પર મુકવાની ધમકી આપી. .


જમાઈ નીકળ્યો સાવ નગુણો...જે સસરાએ પોલીસની નોકરી લાયક બનાવ્યો, તેને જ કર્યો દગો


મિટ્ટીમેં મિલા દૂંગા.. અતીકના પુત્રના એન્કાઉન્ટર બાદ યોગીનો ગુસ્સાવાળો VIDEO વાયરલ


દીકરાના મોતના સમાચાર સાંભળીને અતીક અહેમદ કોર્ટમાં બેહોશ થયો


કહેવા પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી
ત્યારબાદ અનુભવે યુવતીને કહ્યું કે જો તે આ અંગે કોઈને કહેશે તો તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. આ મામલાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. મહિલા કાઉન્સેલિંગ ટીમને બોલાવવામાં આવી હતી અને વધુ તપાસ ચાલી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube