Mask mandatory in Delhi: દિલ્હીમાં કોરોનાના વધતા કેસ વચ્ચે એકવાર ફરીથી પ્રતિબંધોની વાપસી થતી જોવા મળી રહી છે. રાજધાનીમાં હવે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક નહીં પહેરનારે 500 રૂપિયા દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાળા પર લેવાયો આ નિર્ણય
કોરોનાના દૈનિક કેસમાં આવી રહેલા ઉછાળા બાદ માસ્કની વાપસી થઈ છે. આ માટે એક એસઓપી પણ બહાર પાડવામાં આવી છે. જેમાં કોવિડ પ્રોટોકોલના કડકાઈથી પાલનની વાત કરાઈ છે. આ ઉપરાંત ડીડીએમની બેઠકમાં હાલ શાળાઓ બંધ ન કરવા પર સહમતિ થઈ છે. દિલ્હીમાં કોરોનાના કેસ ઓછા થયા બાદ ફેસ માસ્ક ન પહેરવા પર લાગતો 500 રૂપિયાનો દંડ હટાવી દેવાયો હતો. ત્યારથી બહુ ઓછા લોકો માસ્ક પહેરતા હતા. હાલના સમયમાં જે પ્રકારે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે તેને જોતા ફરીથી એકવાર માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે. 


ઝડપથી વધી રહ્યા છે કેસ
દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત ઘટાડા બાદ હવે એકવાર ફરીથી સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. 11-18 એપ્રિલની વચ્ચે દિલ્હીમાં સંક્રમણ દરમાં લગભગ ત્રણગણો વધારો નોંધાયો છે. ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે ડીડીએમએની બેઠકમાં કેટલાક કડક નિર્ણયો લેવાઈ શકે છે. 


દિલ્હીમાં મંગળવારે કોરોનાના નવા 632 કેસ સામે આવ્યા હતા. આ સાથે કોરોનાના સક્રિય કેસની સંખ્યા 1900થી વધુ થઈ ચૂકી છે. સંક્રમણ દરમાં પણ ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. સોમવારે પોઝિટિવિટી રેટ 7.5 ટકાને પાર જતો રહ્યો હતો.  


Jahangirpuri Violence: જહાંગીરપુરીમાં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, જાણો વધુ વિગતો


Protest Against Price Hike: લીંબુના સતત વધતા ભાવથી નારાજ વ્યકિતએ કર્યું એવું કામ....જુઓ Video 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube