AAPના કેજરીવાલ દિલ્હીમાં ખેલશે માસ્ટરસ્ટ્રોક, ભાજપને સત્તાથી દૂર રાખવા ઘડી આ રણનીતિ
Delhi Mayor Election : ભાજપ અને આમ આદમી પાર્ટીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમના મેયર બનાવવાની તૈયારી કરી લીધી છે. જેને પગલે એ કોંગ્રેસના નગરસેવકોના પણ સંપર્કમાં છે. આપ કોઈ પણ સંજોગોમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માગે છે.
MCD Mayor Election : દિલ્હી મેયરની ચૂંટણી ક્યારે થશે તે હજુ સ્પષ્ટ નથી, જોકે ભાજપ અને આમ આદમી પાર્ટી બંને તેમની તૈયારીઓને વધુ નક્કર બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના કાઉન્સિલરોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસ પક્ષના નવ કાઉન્સિલરોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ્ય આ કોર્પોરેટરોનું સમર્થન મેળવવાનો છે. કોંગ્રેસ પક્ષના 9 કાઉન્સિલરોમાંથી 7 કાઉન્સિલર લઘુમતી સમુદાયમાંથી આવે છે, તેથી આપને આશા છે કે ભાજપને દૂર રાખવા માટે કોંગ્રેસ પક્ષના આ કાઉન્સિલરો તેમને સમર્થન આપશે.
કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી મેયરની ચૂંટણીથી પોતાને દૂર રાખવાની જાહેરાત કરી હતી. મતદાનના દિવસે કોંગ્રેસ પાર્ટીએ MCD ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટરોના સમર્થનથી આમ આદમી પાર્ટી માત્ર મેયર અને ડેપ્યુટી મેયર પદ પર જ નહીં પરંતુ સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં પણ પોતાની જીત મજબૂત કરવા માંગે છે.
રાજ્યપાલે ભાજપના નેતાઓને નોમિનેટ કર્યા
રવિવારે એલજી પર હુમલો કરતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ભાજપના નેતાઓને નામાંકિત કાઉન્સિલર તરીકે પસંદ કર્યા છે, જ્યારે તેના બદલે નિષ્ણાતોની પસંદગી કરવી જોઈતી હતી.
લોકસભા: ગુજરાતના 26માંથી 7થી 8 સાંસદો કપાશે, વર્તમાન MLA-જૂના જોગીઓને લાગી શકે લોટરી
ભારતનું એકદમ અનોખુ ગામડું, તેની આ 4 ખાસિયતો જાણીને તમારી આંખો થઈ જશે પહોળી
સ્માર્ટફોન વાપરનારા સાવધાન...યુવક ફોન પર વાત કરતો હતો, અચાનક ફોન બોમ્બની જેમ ફાટ્યો
આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે બંધારણની કલમ 243R કહે છે કે નામાંકિત કાઉન્સિલરો એવા નિષ્ણાત હોવા જોઈએ જેમને મ્યુનિસિપલ વહીવટનું જ્ઞાન હોવું જોઈએ. જે 10 લોકોને પસંદ કરવામાં આવ્યા છે તેઓને આ વિષયનું બહુ ઓછું જ્ઞાન છે અને તે તમામ ભાજપના નેતાઓ છે.
ભાજપે વળતો પ્રહાર કર્યો
AAP ધારાસભ્યએ એવો પણ દાવો કર્યો હતો કે MCDની આંતરિક ચૂંટણી માટે LG દ્વારા પ્રોટેમ સ્પીકરની પસંદગી નિયમોની વિરુદ્ધ છે. આમ આદમી પાર્ટીના આ આરોપો બાદ ભાજપે પણ પલટવાર કર્યો છે. બીજેપી પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે એલજી પર હુમલો કરતા પહેલાં AAPએ 2017માં નિયુક્ત કરાયેલા એલ્ડરમેન વિશે જાણવું જોઈએ. તેમણે કહ્યું કે બંધારણીય જોગવાઈઓ મુજબ, 2017માં દિલ્હી સરકારને અગાઉના ત્રણ MCDમાં 10 એલ્ડરમેનની નિમણૂક કરવાનો અધિકાર હતો અને પછી 30 AAP કાર્યકરોને એલ્ડરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube