MCD Election 2022 Exit Poll: AAP, ભાજપ અને કોંગ્રેસ.. દિલ્હી એમસીડીમાં કોની થશે જીત? એક્ઝિટ પોલે ચોંકાવ્યા
દિલ્હી કોર્પોરેશન ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા ચોંકાવી રહ્યાં છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માઇ ઈન્ડિયાના સર્વેમાં આમ આદમી પાર્ટીને 149થી 171 સીટ મળતી જોવા મળી રહી છે.
નવી દિલ્હીઃ MCD Exit Poll: દિલ્હી કોર્પોરેશન ચૂંટણી (MCD Election 2022) ના એક્ઝિટ પોલ (MCD Exit Poll) ના પરિણામ ચોંકાવી રહ્યાં છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માઇ ઈન્ડિયા (India Today Axis My India) એ આમ આદમી પાર્ટીને 149થી 171 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો ટાઇમ્સ નાઉ-ઈટીજીએ 146થી 156 સીટો આપના ખાતામાં દર્શાવી છે. એક્ઝિટ પોલના પરિણામમાં ભાજપ બીજા નંબરની પાર્ટી છે. તો કોંગ્રેસની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે.
ઈન્ડિયા ટુડે એક્સિસ માઇ ઇન્ડિયા (Aajtak MCD Exit Poll) એ દિલ્હી કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપને 69થી 91 સીટ મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો કોંગ્રેસને માત્ર 3-7 સીટો મળી શકે છે. ટાઈમ્સ નાઉ-ઈટીજી પ્રમાણે એમસીડીમાં ભાજપને 84-94 સીટો મળી રહી છે, જ્યારે કોંગ્રેસને 6-10 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરી છે.
કઈ પાર્ટીને મળી રહ્યાં છે કેટલા મત?
વોટ શેરના મામલામાં ઈન્ડિયા ટુડે એક્સિસ માઇ ઈન્ડિયાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીને 46 ટકા મહિલા અને 40 ટકા પુરૂષ મતદાતાઓના મત મળશે. ભાજપને 34 ટકા મહિલા અને 36 ટકા પુરૂષોના મત મળવાની સંભાવના છે. કોંગ્રેસને 9 ટકા મહિલા અને 11 ટકા પુરૂષોએ મત આપ્યા છે. એક્ઝિટ પોલ પ્રમાણે અન્યના ખાતામાં 11 ટકા મહિલા અને 13 ટકા પુરૂષોના મત ગયા છે.
આ પણ વાંચોઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર Exit Poll, ભાજપને રેકોર્ડ જીત મળવાનું અનુમાન, જાણો
ક્યા વર્ગે કઈ પાર્ટીને આપ્યા કેટલા મત?
ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના સર્વે મુજબ, પૂર્વ દિલ્હીના મતદારોએ AAPને સૌથી વધુ 43 ટકા મતદાન કર્યું છે, ત્યારબાદ ભાજપને 37 ટકા, કોંગ્રેસને 8 ટકા અને અન્ય માટે 12 ટકા મતદાન થયું છે.
પંજાબી મતદારોએ AAPને 58 ટકા, ભાજપને 24 ટકા, કોંગ્રેસને 8 ટકા અને અન્યને 10 ટકા મત આપ્યા છે. બીજી તરફ, દિલ્હી મૂળના મતદારોએ AAPને 42 ટકા, ભાજપને 34 ટકા, કોંગ્રેસને 11 ટકા અને અન્યને 13 ટકા મત આપ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube