દિલ્હીમાં ભાજપ CECનું મંથન, કાલે થશે રાજ્યસભા ઉમેદવારોની જાહેરાત
મધ્ય પ્રદેશની સરકાર પર દિલ્હીથી ભોપાલ સુધી રાજકીય મહાભારત ચાલી રહ્યું છે. આ વચ્ચે મંગળવારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ હતી.
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશની સરકાર પર દિલ્હીથી ભોપાલ સુધી રાજકીય મહાભારત ચાલી રહ્યું છે. આ વચ્ચે મંગળવારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ હતી. રાજ્યસભાના ઉમેદવારોના નામ પર ચર્ચા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ તે જાણવા મળી રહ્યું છે કે આ બેઠકમાં મધ્ય પ્રદેશની ત્રણેય રાજ્યસભા સીટો પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
પાર્ટી મુખ્યાલયમાં યોજાયેલી બેઠક બાદ પીએમ મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહે અલગથી પણ ચર્ચા કરી હતી. બેઠકમાં 26 માર્ચે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હતી. સીઈસીની બેઠકમાં પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ અને નિતિન ગડકરી સામેલ થયા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube