નવી દિલ્હી: એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી. આ દરમિયાન પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. દ્રૌપદી મુર્મૂના નામાંકન સમયે પીએમ મોદી પ્રસ્તાવક અને રાજનાથ સિંહ અનુમોદક બન્યા. દ્રૌપદી મુર્મૂના નામાંકન સમયે એનડીએની એકજૂથતા ઊડીને આંખે વળગી. દ્રૌપદી મુર્મૂના નામાંકન દરમિયાન ભાજપના મોટાભાગના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર સેટમાં નામાંકન
દ્રૌપદી મુર્મૂએ 4 સેટમાં નામાંકન ભર્યું. જેમાં પહેલા સેટમાં પીએમ મોદી પ્રસ્તાવક અને રાજનાથ સિંહ અનુમોદક છે. આ સેટમાં ભાજપ સંસદીય બોર્ડના સભ્ય, કેન્દ્રીય મંત્રી અને રાજ્યમંત્રી છે. આ સેટમાં અત્યાર સુધી 60 પ્રસ્તાવકના નામ છે અને 60 અનુમોદકના. એટલે કે આ જ રીતે દરેક સેટમાં 120 નામ છે. બીજા સેટમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પ્રસ્તાવક છે. તેમાં પણ 60 નામ પ્રસ્તાવક તરીકે અને 60 અનુમોદક તરીકે છે. આ સેટમાં યોગી, હિમંતા ઉપરાંત ભાજપ શાસિત તમામ એનડીએની સત્તાવાળા રાજ્યોના મુખ્યમંત્રી પ્રસ્તાવક છે. ત્રીજો સેટ હિમાચલ પ્રદેશ અને હરિયાણાના વિધાયકોનો છે. તેઓ જ પ્રસ્તાવક અને અનુમોદક છે. જ્યારે ચોથો સેટ ગુજરાતના વિધાયકોનો છે જેમાં તેઓ જ પ્રસ્તાવક અને તેઓ જ અનુમોદક છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube