Vice Presidential Election: જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ માટે નોંધાવી ઉમેદવારી, PM મોદી પણ રહ્યા હાજર
NDA ના ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જગદીપ ધનખડે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું. આ દરમિયાન પીએમ મોદી સહિત જેપી નડ્ડા, રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા.
NDA ના ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જગદીપ ધનખડે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું. આ દરમિયાન પીએમ મોદી સહિત જેપી નડ્ડા, રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા. આ દરમિયાન એનડીએના સહયોગી દળો પણ હાજર રહ્યા. જગદીપ ધનખડ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે. એનડીએ દ્વારા જ્યાં જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યાં વિપક્ષે માર્ગરેટ અલ્વાના નામની જાહેરાત કરી છે.
જગદીપ ધનખડના નામાંકન દરમિયાન બીજેડીના સાંસદ પણ હાજર રહ્યા. જગદીપ ધનખડને સમર્થન આપવાની વાત કરીએ તો બીજુ જનતા દળ (બીજેડી) તેમને સમર્થન આપશે. બીજુ જનતાદળના રાજ્યસભા સાંસદ અને મહાસચિવ મીડિયા પ્રભારી માનસ મોંગરાજે તેની પુષ્ટિ પણ કરી. આ ઉપરાંત AIADMK એ પણ એનડીએ ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અન્નાદ્રમુક નેતા એમ થંબી દુરઈએ કહ્યું કે અમારી પાર્ટી જગદીપ ધનખડનું સમર્થન કરશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube