નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસની ચોથી લહેરની આશંકા વચ્ચે બુધવારે સંક્રમણના 1367 નવા કેસ સામે આવ્યા તો એક વ્યક્તિનું મોત થયું છે. નવા દર્દીઓનો આ આંકડો છ ફેબ્રુઆરી બાદ સર્વાધિક છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 1042 દર્દી સાજા થયા છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે આ દરમિયાન પોઝિટિવિટી રેટ 4.50 ટકા રહ્યો. રાજધાની દિલ્હીમાં હવે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4832 થઈ ગઈ છે. આ પહેલાં દિલ્હીમાં મંગળવારે કોરોના સંક્રમણના 1204 કેસ સામે આવ્યા હતા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે જાહેર થયેલા સ્વાસ્થ્ય વિભાગના એક બુલેટિન અનુસાર દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 18,78,458 થઈ ગઈ છે. તેમાંથી 18,47,456 દર્દી સાજા થઈ ગયા છે, જ્યારે 26168 લોકોના મોત થયા છે. બુલેટિન પ્રમાણે મંગળવારે કોરોનાના 30346 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 4.50 ટકા કોરોના પોઝિટિવ આવ્યા છે. આરટીપીસીઆરથી 20024 અને રેપિટ એન્ટીજનથી 10332 ટેસ્ટ થયા હતા. દિલ્હીમાં અત્યાર સુધી 3,77,62,098 ટેસ્ટ થઈ ચુક્યા છે. વિભાગ અનુસાર દિલ્હીમાં વધતા કેસની સાથે હોટસ્પોટની સંખ્યા 919 છે. 


આ પણ વાંચોઃ COVID-19 vaccine: કોરોના વેક્સીનના બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે અંતર ઘટાડી શકે છે સરકાર


દિલ્હીની બજારોમાં ફરી લાગૂ થયા નિયમ
દિલ્હીમાં કોવિડના વધતા કેસથી ચિંતિત વેપારી સંગઠનોએ બજારોમાં નિયમોનું પાલન ફરીથી શરૂ કરી દીધુ છે. આ હેઠળ નિયમિત સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. શું કરો અને શું ન કરોના પોસ્ટર લગાવવામાં આવી રહ્યાં છે. લોકોને માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. 11 એપ્રિલે એક્ટિવ કેસની સંખ્યા 601 હતી, જે આજે વધીને 4832 થઈ ગઈ છે. 


નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિએશને કહ્યું કે, તે ખાતરી કરી રહ્યાં છે કે બજારોમાં જરૂરી નિયમોનું પાલન કરવામાં આવે. તેણે પોતાના બધા સભ્યોને બૂસ્ટર ડોઝ લેવાનું કહ્યું છે. એસોસિએશનના અધ્યક્ષે તમામ વેપારીઓને સાવચેત રહેવાનું કહ્યું છે. દુકાનોમાં જાગૃતતાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube