દિલ્હી: હિંસાની અફવાઓના પગલે બાટલા હાઉસ વિસ્તારમાં ભાગદોડ મચી, એકનું મોત
દિલ્હી (Delhi) ના ઓખલા સ્થિત બાટલા હાઉસ (Batla House) વિસ્તારમાં રવિવારે સાંજે હિંસાની અફવાઓ ફેલાઈ. આ અફવાઓના કારણે ભાગદોડ મચી અને તેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ આવ્યાં છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે AIIMS લઈ જવાયો છે. મૃતકનું નામ હબીબુલ્લાહ છે. 32 વર્ષનો હબીબુલ્લાહ બિહારના ભાગલપુરનો રહીશ હતો. દિલ્હીમાં તે કોઈ ટેલરના ત્યાં કામ કરતો હતો.
નવી દિલ્હી: દિલ્હી (Delhi) ના ઓખલા સ્થિત બાટલા હાઉસ (Batla House) વિસ્તારમાં રવિવારે સાંજે હિંસાની અફવાઓ ફેલાઈ. આ અફવાઓના કારણે ભાગદોડ મચી અને તેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ આવ્યાં છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે AIIMS લઈ જવાયો છે. મૃતકનું નામ હબીબુલ્લાહ છે. 32 વર્ષનો હબીબુલ્લાહ બિહારના ભાગલપુરનો રહીશ હતો. દિલ્હીમાં તે કોઈ ટેલરના ત્યાં કામ કરતો હતો.
અફવાને કારણે દિલ્હીમાં અનેક જગ્યાએ તણાવ, પોલીસે કહ્યું- સ્થિતિ સામાન્ય
સૂત્રોના જણાવ્યાં મુજબ ભાગદોડ બાદ હબીબુલ્લાહ શહાબ મસ્જિદ પાસે પડી ગયો અને બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ તેને નજીકની અલ્શિફા હોસ્પિટલ લઈ જવાયો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છ. પોલીસ એ એંગલની પણ તપાસ કરી રહી છે કે શું ભાગદોડના કારણે હબીબુલ્લાહનું મોત થયું કે પછી કોઈ અન્ય કારણસર? મળતી માહિતી મુજબ મૃતકના શરીર પર ઈજાના કોઈ નિશાન મળ્યા નથી.
મહારાષ્ટ્ર: CAA અને NPR મુદ્દે કાકા અને ભત્રીજા આમને સામને! નુકસાન ભોગવશે કોંગ્રેસ
અત્રે જણાવવાનું કે રવિવારે રાતે લગભગ આઠ વાગે દિલ્હીના અનેક વિસ્તારોમાં હિંસાની અફવાઓ ફેલાવવામાં આવી. અફવાઓ બાદ સુરક્ષા કારણોસર દિલ્હીના જે મેટ્રો સ્ટેશનો બંધ કરાયા હતાં તેમને થોડીવાર બાદ ખોલી નાખવામાં આવ્યાં હતાં. દિલ્હી પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપીને શાંતિ જાળવવાની અપીલ કરી છે. અફવાઓને ભડકાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવાયો હતો. દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ કહ્યું કે ઉત્તર પૂર્વ જિલ્લામાં હાલાત સંપૂર્ણ સામાન્ય છે. અહીં કલમ 144 લાગુ છે તેમાં ઢીલ અપાઈ છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...